સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણીયા રોડના ખેતરમાં કોઈ કામ ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાં જ ખેતરમાંથી એક નવજાત શિશુ (baby found in Surat )ના રડવાનો અવાજ આવતા શ્રમિક મહિલાએ જોયું તો બાળકને ખોળામાં ઉંચકી લીધુ હતુ અને તરત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સનાં સિસ્ટર ડોક્ટરે તરત નવી સિવિલ હોસ્પિટલ (Surat civil hospital)માં લઈને આવતા હાલ બાળકને હોસ્પિટલના NICU વોર્ડમાં મુકવામાં આવ્યુ છે. તથા આ બાબતે પોલીસ પણ બાળકના માતા-પિતાની શોધખોળ (Surat police in search of parents) કરી રહી છે.
બાળક તંદુરસ્ત છે
108 એમ્બ્યુલન્સનાં સિસ્ટર ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આજે બપોરે અમને ડિંડોલી સણીયા રોડનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યાં ખૂબ જ ભીડ હતી અને અમે જોયુ કે એક મહિલા નવાજત બાળકને ખોળામાં લીધુ હતુ ત્યાર બાદ મેં ખોળામાં લઇ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને આવી. જો કે, ડોક્ટરે તપાસ કરતા બાળક તંદુરસ્ત છે. તેને હાલ હોસ્પિટલના NICU વોર્ડમાં મુકવામાં આવ્યુ છે.