સુરતઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યાં છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કુલ 338 કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા 36 કલાકમાં શહેરમાં કોરોનાથી 5ના મોત થયા છે. 20 એપ્રિલે ત્રણના મોત થયા બાદ 21 એપ્રિલના રોજ વધુ 2 લોકોના મોત થવાથી 36 કલાકમાં 5 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
સુરત જિલ્લામાં કોરોનાના 338 પોઝિટિવ કેસ નોંધાયા, 36 કલાકમાં 5ના મોત - etv bharat news
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે. સુરતમાં પણ કોરોનાના કુલ 338 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 5 લોકોના મોત થયા છે. તે પૈકી એક વલસાડનો છે.
સુરતમાં કોરોનાના કુલ 338 કેસ નોંધાયા, છેલ્લા 36 કલાકમાં 5 ના મોત
જિલ્લામાં ગત 24 કલાકમાં 69 નવા કેસ સામે આવતા અત્યાર સુધી કુલ 338 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ છેલ્લા 36 કલાકમાં 5 લોકોના મોત થયા છે. લાલગેટ ખાતે આવેલા ખાટકીવાડમાં રહેતા તાહિરાબીબી અબ્દુલ રઝાકનું મોત નીપજ્યું હતું. તેમજ બીજા કેસમાં માનદરવાજા ખાતે આવેલા પળમાં નગરમાં રહેતા મંજૂ ભીખાભાઈ રાવલનું મોત નીપજ્યું છે. અત્યાર સુધી 10 લોકોને ડીસચાર્જ પણ કરવામાં આવ્યા છે.