- સુરતમાં અનોખી રીતે ફોરવ્હિલ ગાડીની ચોરીની ઘટના
- ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ
- ફાસ્ટ્રેક દ્વારા ગાડીના માલિકને મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો
સુરત: શહેરમાં અનોખી રીતે ફોરવ્હિલ (Fourwheel) ગાડીની ચોરીની ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલી અભિલાષા હાઇટ્સ (abhilasha heights surat)માં ફોરવ્હિલ ગાડીની ચોરી થઈ હતી. ટોલનાકા પર ગાડી પર લાગેલા ફાસ્ટ્રેક (fast track) દ્વારા ગાડીના માલિકે મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો. 20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટી (security guard)ને કેમ છો? કહીને ચોર 14 લાખની ગાડી લઈને ફરાર થયો હતો. ચોરની આખરે ધરપકડ કરવામાં આવી છે.
કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો
સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક (aai mata chowk surat) પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી, જેમાં પુણા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડિંગ (building)માં રહેતા બીજા રહીશના ડ્રાઇવર (driver) દ્વારા ચોરી કરવામા આવી હતી.
સિક્યુરિટીને ચોરે કેમ છો? કહ્યું અને પછી કાર લઇને ફરાર થયો
ડ્રાઇવર દ્વારા પહેલા 16 તારીખે ગાડીની ચાવી ચોરી કરવામાં આવી હતી. 21 તારીખે સવારે ડ્રાઇવર દ્વારા ગાડીની ચોરી કરવામાં આવી હતી. 20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને ફરાર થયો હતો. ટોલનાકા પર ગાડી પર લાગેલા ફાસ્ટ્રેક દ્વારા ગાડીના માલિકને મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ગાડીના માલિક દ્વારા પુણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.