ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા - સુરત વિદ્યાર્થી આત્મહત્યા

સુરતના પુણા ગામ ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીએ માતાને બાથરૂમમાં નહાવા જવાનુ જણાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ જાણી શકાયું નથી.

ds
ds

By

Published : Dec 24, 2020, 12:49 PM IST

  • સુરતમાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આત્મહત્યા કરી
  • બાઝરુમમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી

સુરત: પુણા ગામ ખાતે રહેતા ધોરણ 8 ના વિદ્યાર્થીએ બાથરૂમમાં નહાવા જવાનુ માતાને જણાવી ગાઉનને હુંક સાથે બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પુત્રને લટકતી હાલતમાં મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. વિદ્યાર્થીઓના મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આ વિદ્યાર્થી સતત મોબાઇલમાં ગેમ રમતો હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે તેને મોબાઇલની લતને કારણે પણ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ છે.

મહેશ્વરી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી

પુણા ગામ ખાતે રેશમા રો હાઉસ પાસે શિવમ એવન્યુમાં રહેતા રાજેશ લાહોટી રિંગરોડ ખાતે અન્નપૂર્ણા માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો 13 વર્ષીય પુત્ર રાહુલ ડુમસ ખાતે મહેશ્વરી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. લોકડાઉન થયું ત્યારથી શાળાઓ બંધ હોય અને હાલ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી તે મોબાઈલથી અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન રાહુલે માતાને ન્હાવા જતો હોવાનું જણાવ્યું હતું. અડધા કલાક થઈ ગઈ છતાં તે બાથરુમની બહાર ન આવતા માતાએ દરાવોજ ખખડાવ્યો હતો.

રાહુલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો

માતાએ બાથરુમનો દરવાજો ખખડાવ્યો તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પાડોશીને બોલાવી બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. બાથરૂમમાં જોતા જ રાહુલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. પતિ રાજેશને આ બાબતે જાણ કરતા જ તે તાત્કાલિક માર્કેટમાંથી ઘરે દોડી આવ્યા હતાં. આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી રાહુલના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવની તપાસ કરી રહેલા પૂર્વ પોલીસ મથકના પી.એસ.આઇ એ.કે.પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ રાહુલ મોબાઈલ પર સતત ગેમ રમતો હતો. મોબાઇલની લતને કારણે પણ કોઈ આડ અસર થતા તેમને આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ છે.

ABOUT THE AUTHOR

...view details