- મિસ ટીન ઇન્ડિયા(miss teen india)માં પ્રથમ ક્રમે
- મિસ ટીન ઇન્ડિયા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું
- કુલ ચાર રાઉન્ડમાં ભાગ લીધો હતો
સુરત :સિટી લાઇટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ રેસિડેન્સીમાં રહેતી ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી શ્રદ્ધા પટેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં 1થી 6 ઓગસ્ટ દરમિયાન મિસ ટીન ઇન્ડિયા ફેશન શો (miss teen india)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફોટોશૂટ રાઉન્ડ તથા કંવેન્શન આન્સરથી લઈને કુલ ચાર રાઉન્ડમાં ભાગ લીધો હતો.એમાં શ્રદ્ધા પટેલએ પ્રથમ ક્રમે આવી સુરત શહેર તથા ગુજરાત રાજ્યનું નામ આખા દેશમાં રોશન કર્યું છે.
માત્ર 16 વર્ષની વયમાં મિસ ટીન ઇન્ડિયાનો ખિતાબ જીત્યો
સુરત શહેરની ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી શ્રદ્ધા પટેલએ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આયોજિત મિસ ટિન ઇન્ડિયા ફેશનશોહમાં ભાગ લઈને પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સાથે શ્રદ્ધા પટેલએ સુરત ગુજરાત રાજ્યના ભારત દેશમાં રોશન કર્યું છે. માત્ર 16 વર્ષની વયમાં જ શ્રદ્ધાએ મિસ ટિન ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે.
મોડેલિંગ બાબતે સમાજના લોકોની નેગેટિવ અને પોઝિટિવ વિચાર હોય છે
શ્રદ્ધા પટેલના પપ્પા દ્વારા એમાં કહેવામાં આવ્યુંકે શ્રદ્ધાને નાનપણથી જ મોડલિંગ ફેશનશોમાં જવાનો ખુબજ શોખ હતો.તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેને
મોડલિંગ કરવાનો શોખ આવ્યો હતો. અમે લોકોએ શ્રદ્ધામાં એ ખૂબી જોઈકે ટીવી ચાલુ હોય અને કોઈ મોર્નિંગ શું આવે ત્યારે શ્રદ્ધા તરત મોડેલિંગ શું કરવા માગતી હતી એ જોઈને અમે શ્રદ્ધા ને પૂછ્યું હતું અને તેણે જવાબ આપ્યો હતો કે મને મોડેલિંગમાં જવું છે. અમે આ સાંભળીને સૌથી પહેલા તે ચોંકી ગયા હતા, પરંતુ અમને એ વિચાર પણ આવતો હતો કે મોડેલિંગમાં સમાજના લોકોનો વિચાર નેગેટિવ અને પોઝિટિવ બંને હોય છે.