ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં લિંબાયત વિસ્તારની એક શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ - સુરત કોરોના

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-5માં એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવામાં આવી છે.

સુરતમાં લિંબાયત વિસ્તારની એક શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
સુરતમાં લિંબાયત વિસ્તારની એક શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

By

Published : Aug 4, 2021, 2:05 PM IST

  • સુરતની એક શાળામાં 1 વિદ્યાર્થી આવ્યો કોરોના પોઝિટિવ
  • ધન્વંતરી રથ દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં રેપિડ ટેસ્ટ કરાયા
  • કોરોનાની ત્રીજી લહેરના પગલે તંક્ષ એલર્ટ મોડ પર

સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-5માં કોવિડ-19ની ટીમ દ્વારા સ્કૂલ ઉપર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ચેકઅપ કરવામાં આવતું હતું. જો કે કહી શકાય છે કે, રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરના આરોગ્ય તંત્રને એક આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પેહલા આરોગ્યની ધન્વંતરી રથ દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંગળવારે લિંબાયત વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક પાંચમા એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવામાં આવી હતી.

સુરતમાં લિંબાયત વિસ્તારની એક શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

ધોરણ-9નો વિદ્યાર્થી થયો કોરોના સંક્રમિત

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક પાંચમાં સુરતના આરોગ્યની ટીમની ધનવંતરી રથ સ્કૂલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જોકે તે સમય દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 14 દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સ્કૂલના વિદ્યાર્થીઓને રજા

લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક પાંચના શહેરની આરોગ્ય ધન્વંતરી રથની કોવિડ-19ની ટીમ દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ધોરણ 9 થી 12 ના બધા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી.

આ બાળક સિવાય રેપિડ ટેસ્ટ નેગેટિવ

એક બાળક સિવાયના દરેક વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તે વિદ્યાર્થીઓને આવતા 2 દિવસ સુધી ઘરની બહાર નીકળવા કોવીડ-19ની ટીમ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કારણ કે તે વિદ્યાર્થીઓને હજી સુધી RTPCR ટેસ્ટિંગનો રિપોર્ટ બાકી છે. એ માટે બાકીના તમામ વિદ્યાર્થીઓને આવતા 2 દિવસ સુધી ઘરની અંદર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.

કુલ 46 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા

આ બાબતે સુરતના આરોગ્ય અધિકારી આશિષ નાયક દ્વારા એમ કહેવામાં આવ્યું કે, લીંબાયત વિસ્તારની શાળા ક્રમાંક 5માં મંગળવારે કોવિડ-19ની ધનવંતરી રથ દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ તથા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 46 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી ધોરણ 9ના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષની હતી.

ABOUT THE AUTHOR

...view details