ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના સિવિલ હોસ્પિટલમાં અજીબ કિસ્સો સામે આવ્યો - સુરત સિવિલ હોસ્પિટલ

સુરતના સિવિલ હોસ્પિટલમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને પગમાં ઉંદર કરડવાથી સારવાર માટે પહોંચેલા વ્યક્તિને ફરજ પરના તબીબ દ્વારા કહેવામાં આવ્યું કે, પોલીસ કેસ વગર સારવાર થશે નહીં.

Surat News
Surat News

By

Published : Sep 2, 2021, 10:24 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં એક અજીબોગરીબ કિસ્સો
  • એક વ્યક્તિને ઉંદર કરડવાથી તે સિવિલમાં પહોંચ્યો
  • તબીબે કહ્યું પોલીસ કેસ વગર સારવાર નહીં થાય

સુરત: સિવિલ હોસ્પિટલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવાન જેનું નામ ચેતન કિરણભાઈ રાજપુત છે. તેમને રાતે પગમાં ઉંદર કરડી જતા તરત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા માટે આવ્યો હતો. ત્યાં તેને તબીબો દ્વારા સારવાર કર્યા બાદ તેને બંને હાથમાં ત્રણ ઈન્જેકશન આપી રજા આપી દેવામાં આવી હતી. જે બાદ પણ ચેતન રાજપૂતને આખી રાત દુખાવો થતો રહ્યો અને અંતે વહેલી સવારે ફરીથી સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ઉપર સારવાર કરવા માટે પહોંચ્યો હતો.

સુરતના સિવિલ હોસ્પિટલમાં અજીબ કિસ્સો સામે આવ્યો

પોલીસ કેસ વગર સારવાર નહીં થાય: તબીબ

ચેતન કિરણભાઈ રાજપુતને ફરજ પરના તબીબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમને ઉંદર કરડ્યો છે તો પહેલા પોલીસ કેસ પેપર લઈને આવો ત્યારબાદ જ તમારી સારવાર કરવામાં આવશે. આ જ વાતને લઈને ચેતન રાજપૂતે હોસ્પિટલના ટ્રોમાસેન્ટરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ત્યારબાદ પણ ચેતન રાજપૂતે એક કલાક સુધી દુખાવા સાથે ટ્રોમાંસેન્ટર ઉપર ધક્કા ખાધા હતા.

સાપ કરડે તો પોલીસ કેસની જરૂર પડે

આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કેતન નાયક દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, પોલીસ કેશ તો સાપ કરડે તેમાં થાય છે પણ ઉંદર કરડવાથી નહીં થાય પણ તેમ છતાં હું જોઈ લઉં છું કે ક્યાં તબીબ દ્વારા આવું કરવામાં આવ્યું હતું. જે હશે તે તમને કહેવામાં આવશે.

મને એટલો દુ:ખાવો થાય છે કે હું પગ કાપીને બેસી જઉં: ચેતન રાજપૂત

યુવકે જણાવ્યું કે, હું સુરત સિવિલ હોસ્પિટલમાં રાતે એક વાગ્યાથી લઇને અત્યાર સુધી હેરાન થયો છું. મને છે ને પગમાં ઉંદર આવી કરડી ગયા અને મને 12:30 વાગે જેવું લોહી પણ નીકળતું થઇ ગયું એટલે મેં 1 વાગે સુરત સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો. કેસ બારી ઉપર કેસ પેપર બનાવ્યો અને ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે મને ત્રણ ઈન્જેકશન આપ્યા ત્યારબાદ મને દવા પણ લખીને આપી. દવા પણ લીધી તેમ છતાં મને કોઈ ફરક પડ્યો નથી. રાતે એનાથી વધારે પગ સોજાઈ ગયો છે. અત્યારે એમ લાગે છે કે પગ સુન મારી ગયો છે. મને એટલો દુ:ખાવો થાય છે કે હું પગ કાપીને બેસી જઉં. હું અત્યારે ઓનલાઇન માર્કેટમાં ફાઇનાન્સનો કામ કરું છું.

ABOUT THE AUTHOR

...view details