- SVNIT ઇલેક્ટ્રોનિક વિભાગના સેન્સર લેબ દ્વારા એક ખાસ માઈક્રોવેવમાં તૈયાર કરાયું
- વિવિધ તરલ પદાર્થ સહિત પાવડરની ગુણવત્તા ચકાસવા માટે મદદરૂપ થઈ શકશે
- ફેબ્રિક અને VNA દ્વારા એક્સપેરિમેન્ટલ વર્ક કરવામાં આવ્યું છે
સુરત: SVNIT સુરત ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટ સેન્સર લેબ દ્વારા એક માઇક્રોવેવ ઓવન સેન્સર ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. જેની ઓપરેટિંગ ફ્રિક્વન્સી 3.1 gh2 છે. આ માઈક્રોવેવ સેન્સરમાં મેટા મટીરીયલ યુનિટ સેલ ઇન્ડિગ્રેટેટ કરવામાં આવ્યો છે જે એક રેસોનેટર તરીકે કામ કરે છે. ફેબ્રિક અને VNA દ્વારા એક્સપેરિમેન્ટલ વર્ક કરવામાં આવ્યું છે. આ કાર્ય ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પી.એન.પટેલ જે હાલમાં HOD પણ છે અને તેમની સાથે PHD સ્કોલર પરેશ સાગર દ્વારા કરવામાં આવ્યું છે. આ ડિવાઈસ એક રૂપિયાના સિક્કાની સાઈઝનું છે અને ખૂબ જ સરળતાથી પદાર્થને ચકાસી પણ શકે છે. આ ડિવાઇસ દ્વારા પેટ્રોલ કે ખાદ્યતેલ જેવી જીવન જરૂરીયાત ચીજોની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ જાણી શકાશે.
પેટ્રોલ કે ખાદ્યતેલમાં ભેળસેળ છે કે નહીં તે જાણવા SVNIT સુરત દ્વારા તૈયાર કરાયું એક ખાસ માઈક્રોવેવ આ પણ વાંચો: 100 કરોડ વેક્સિન ડોઝ પૂર્ણ, સુરતના ટેક્સટાઇલ વેપારીએ સાડીના 1 લાખ કેટલોગ પર વડાપ્રધાન અને વેક્સિનની મૂકી તસ્વીર
પેટેન્ટ ગ્રાન્ટેડ થયેલ છે
આ વિકસાવેલ સેન્સર ડિવાઇસની મુખ્યત્વ એપ્લિકેશન મટીરીયલ Gractersation છે. જેમાં આ સેન્સર ડિવાઈસના ઉપરના ભાગમાં 3D પ્રિન્ટેડ બોક્સ (Printed box) બનાવવામાં આવેલું છે. જેમાં એક્સપેરિમેન્ટના ભાગરૂપે તેમાં ખાદ્યતેલ કે કેરોસીન પેટ્રોલ અથવા કોઈપણ પ્રવાહી કે પાઉડર સ્વરૂપમાં રહેલ પદાર્થ લોડ કરવામાં આવે છે અને આ ચેન્જની મદદથી ખાદ્ય પદાર્થ, તરલ પદાર્થમાં ભેળસેળ હોય તો જાણી શકાશે. આ સેન્સર ડિવાઇસની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પેટન ગ્રાન્ટેડ થયેલી છે.
પેટ્રોલ કે ખાદ્યતેલમાં ભેળસેળ છે કે નહીં તે જાણવા SVNIT સુરત દ્વારા તૈયાર કરાયું એક ખાસ માઈક્રોવેવ આ પણ વાંચો: સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નરે કોરોનામાં મૃત્યું પામનાર પોલીસકર્મીઓને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ
ગણતરીના મિનિટોમાં પરિણામ જાણી શકાય
ડોક્ટર પી.એન.પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રવાહી કે પાઉડરમાં ભેળસેળ છે કે નહી આ વસ્તુ વિશેની માહિતી સેન્સર પાસેથી પ્રાપ્ત થશે આ સેન્ટરમાં પદાર્થ મુકતાની સાથે જ જણાવે છે કે વસ્તુ ભેળસેળયુક્ત છે કે નહીં. અનેક મશીનો છે જેમાંથી જાણી શકાય છે કે પ્રવાહી કે પાઉડર ભેળસેળયુક્ત છે કે નહીં પરંતુ આ સેન્સરને થડ પર લઈ જઈને માત્ર ગણતરીના મિનિટોમાં પરિણામ જાણી શકાય છે.