સુરત : ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો પોંક વડાનો આનંદ..
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઘરે બેસીને અતિ સ્વાદિષ્ટ પોંક વડાની મજા માણી પતંગ ચગાવવાનો આનંદ મેળવી શકાય એ માટે ETV Bharat દ્વારા ઉત્તરાયણની વાનગીમાં આ વખતે આપ જાણી શકશો કે, વિશ્વ પ્રખ્યાત અને માત્ર સુરતમાં બનતા પોંક વડા ઘરે કેવી રીતે બનાવી શકાય. બજારમાં મળતા પોંક વડાથી પણ સ્વાદિષ્ટ પોંક વડા ઘરે બનાવવાની ટોપ સિક્રેટ રેસિપી સુરતના પ્રખ્યાત ફૂડ એક્સપર્ટ નિરંજના જોશી અને અમિતા જોશીએ બતાવી છે.
ETV Bharatના દર્શકોને આ ખાસ પોંક વડાની રેસિપી બતાવનારા નિરંજના જોશી પોતે LLBની ડિગ્રી ધરાવે છે, પરંતુ તેમનો રસ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવવાનો તો આ જ કારણ છે કે, તેમને આજે સુરતના ફૂડ એક્સપર્ટ છે. જુદી જુદી વાનગીને લઇ ત્રણ પુસ્તકો પણ લખી છે અને તેમની સાથે અમિતા જોશીએ પણ પોંક વડાની લજ્જત કેવી રીતે માણી શકાય એ અંગેની તમામ જાણકારીઓ આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં ખાસ શિયાળાની ઋતુમાં લીલી જુવારનો પાક થતો હોય છે. જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકીને પોંક બનાવતા હોય છે. અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. જેમાં જુવારના પોંક વડા, પોંક ભેળ સુરત શહેરમાં ખૂબ પ્રખ્યાત છે. જે ખાવામાં ખૂબ મજેદાર હોય છે. શિયાળામાં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણમાં મળતા હોવાથી તેનો પણ પોંક વડામાં ઉપયોગ થતો હોય છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.