- 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ વોલબનાવવામાં આવી
- કલાઈંબિંગ વોલ (climbing wall)બનાવવા પાછળ 14 લાખનો ખર્ચ થયો
- પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે
સુરત:પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ નિર્ભિક બને એ હેતુથી સુરત અંધજન શાળા ખાતે ખાસ 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ (climbing wall) બનાવવામાં આવી છે. વોલ કલાઈંબિંગના કારણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ વધશે જ્યારે શાળાઓ ફરીથી શરૂ થશે ત્યારે આ વોલના કારણે તેઓ જીવનની નવી દિશા ચોક્કસથી સર કરશે.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે
દક્ષિણ ગુજરાતની એકમાત્ર બલાઇન્ડ સ્કૂલ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી છે. અહીં ભણનારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા ખાસ કલાઈંબિંગ વોલ બનાવવા પાછળ 14 લાખનો ખર્ચ થયો છે. જે રીતે સામાન્ય વ્યક્તિઓ ઊંચા પર્વત પર ચડતા હોય છે, તેવી જ રીતે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે. છેલ્લા દોઢ વર્ષથી અંધજન શાળા કોરોનાના કારણે બંધ છે. વિદ્યાર્થીઓ જ્યારે પરત શાળામાં આવે ત્યારે એક નવી ઉર્જાનો સંચાર થાય અને તેઓ તેમની અંદરનો ભય દૂર કરે અને તેમનામાં સાહસિક વૃત્તિ વધે એ હેતુથી આ 40 ફૂટની દીવાલ તૈયાર કરવામાં આવી છે. કલાઈંબિંગ દીવાલ કોઈ અંધજન શાળામાં હોય તેવી સંભવિત દેશની પ્રથમ શાળા સુરતની બની છે.