- મૂક બધિર યુગલોના રહસ્યમય મૃતદેહ મળી આવ્યા
- 15 દિવસ પહેલા જ યુગલોની સગાઈ થઈ હતી
- 5 દિવસ પહેલાજ સાસરે રહેવા આવી હતી
સુરતઃ શહેરમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં મૂક બધિર યુગલની સગાઈના 15 દિવસ બાદ બાથરૂમમાંથી રહસ્યમય મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. બંને યુગલ બોલી અને સાંભળી પણ નહીં શકતા હતા બંનેના રહસ્યમય મોતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મૂક બધિર યુગલનું થયુ હતું મોત
સુરત શહેરના નનાપુરતા વિસ્તારમાં ફ્લેટના બાથરૂમમાંથી મૂક બધિર યુગલોની મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં રહેતા મૂળ વલસાડના વતની જયેશ ભાઈ ટેલરની 21 વર્ષીય ધ્રુતીકુમારી એકના એક દીકરી હતી. ધ્રુતીકુમારી મુક-બધિર હતી બોલી અને સાંભળી ન શકતી ધ્રુતીકુમારીને એક ભાઈ છે અને પિતા દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધ્રુતીકુમારીના 15 દિવસ પહેલા શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી રંગ સોસાયટીમાં રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે સગાઇ થઇ હતી. બંને જણા બોલી અને સાંભળી શકતા ન હતા. જેને લઇને તેઓ સોશિયલ મીડિયા કે વાતો કરતા હતા બંનેના લગ્ન એપ્રિલ મહિના લેવાના હતા. 5 દિવસ પહેલાજ ધ્રુતીકુમારી સાસરે આવી હતી. ધ્રુતીકુમારી અને અર્પિતનો બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ તેના ભાઈ ભાભી ન દેખાતા તેણે શોધખોળ કરી હતી. જેમાં બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા તેણે તરત જ 108 અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા અથવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો, મૂક બધિર યુગલનું થયુ હતું મોત ગીઝર-ગેસનું લીકે જ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન
મૃત ધ્રુતીકુમારીના બંને યુગલો બાથરૂમ સ્નાહન કરતા હતા. તે દરમિયાન ગીઝર-ગેસ લીકે જ થવાથી ગૂંગળામણથી મોત થયું હતુ એમ પોલીસનું માનવું છે બંને જણા બોલી અને સાંભળી પણ નહીં શકતા હતા. 15 દિવસ પહેલાજ સગાઈ થઈ હતી. લગ્ન થવાના બાકી હતા 5 દિવસ પહેલાજ ધ્રુતીકુમારી સાસરે રહેવા આવી હતી. ગત રોજ ઘર બન્ને એકલા હતા ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. અર્પિતની બહેન આવી ત્યારે અર્પિત અને ધ્રુતીકુમારીને ઘરના બાથરૂમ મૃતહાલતમાં જોતા બુમાબુમ કરી હતી. જોકે અહીં ચોંકાવનારી વાત એ છે મૂકબધિર યુવતી છેલ્લા 5 દિવસથી સાસરે રહેતી હતી અને સગાઈથી ખુશ પણ હતી. તેમ છતાં આ રહસ્યમય મોતને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ સમગ્ર મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.