સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા પાસે રવિવારે રાત્રે 30 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ (Surat Murder Case) અને અજાણ્યા શખ્સો દ્વારા કોઈ વાતે ઝઘડો થયો હોવાથી તેને લઇને સિક્યુરિટી ગાર્ડ ઉપર ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ આવતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થતાં પરિવારમાં શોખમાં ગરકાવ થઇ ગયો હતો. આ બાબતે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુરતમાં અજાણ્યા શખ્સો દ્વારા ચાકુના ઘા મારી સિક્યુરિટી ગાર્ડની કરાઈ હત્યા આ પણ વાંચો: ભરૂચમાં માત્ર દસ રૂપિયા બાબતે પાડોશીએ જ પાડોશીની હત્યા કરી
સિવિલમાંથી ફોન આવ્યો કે આ રીતે બન્યું છે: મૃતકના મામા
મૃતકના (A security guard Murder In Surat) મામા પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે, રવિ સોલાંકી મારો ભાણેજ છે. કઈ રીતે આ ઘટના બની છે, અમને કશું જ ખબર નથી. અમને સિવિલમાંથી ફોન આવ્યો કે આ રીતે થયું છે. આ ઘટના પાલનપુર પાટિયા, ગાયત્રી કરિયાણા સ્ટોરની સામે બની છે. આગળ તેની કોઈ સાથે અંગત અદાવત હોય એનું અમને કશું જ ખ્યાલ નથી. કારણ કે નાના-મોટા ઝઘડા બધાના થતાં હોય છે. તેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. તેમનાં પરિવારમાં બે ભાઈ અને મમ્મી છે. પિતાનું પહેલાં જ અવસાન થઇ ગયું હતું. તેઓ અપરણિત હતા અને રવિ પરિવારમાં સૌથી મોટો ભાઈ હતો. મૂળ તો તે મધ્યપ્રદેશના છે પણ વર્ષોથી સુરતમાં જ રહે છે.
સુરતમાં અજાણ્યા શખ્સો દ્વારા ચાકુના ઘા મારી સિક્યુરિટી ગાર્ડની કરાઈ હત્યા આ પણ વાંચો: ધંધૂકાના હિન્દુ યુવકની હત્યાનો વિરોધ દર્શાવી રેલી યોજાઈ, ન્યાયની માગણી
પરિવારનો આર્થિક સહારો છિનવાયો
પ્રવીણ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિ જવાદાર વ્યક્તિ હતો. કારણ કે તેના પિતાના અવસાન બાદ તે જ ઘરનું ગુજરાન ચલાવતો હતો. ડિફેન્સ ઇન્ટેલીજન્ટ એન્ડ સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પરિવારનો આર્થિક સહારો છીનવાઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ તો પોલીસ અમારું નિવેદન લઇ રહી છે. હવે જોઈએ કે પોલીસ હત્યારાઓ સુધી પહોંચે છે કે નહિ.