- મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા માટે પાલિકા દ્વારા તજવીજ હાથ ધરાઈ
- રૂપિયા 789 કરોડના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું
- 30 મહિનાની અંદર આ મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે
સુરતઃ શહેરમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 789 કરોડના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું છે. 30 મહિનાની અંદર આ મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્રણ અલગ-અલગ ફેઝમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રિમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે.