ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

આસિફ ટામેટા ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓનો પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત: હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ
સુરત: હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

By

Published : Mar 4, 2021, 2:09 PM IST

Updated : Mar 4, 2021, 4:03 PM IST

  • સુરતમાં આતંક મચાવતી હતી ટામેટા ગેંગ
  • પોલીસે અત્યાર સુધી કુલ 12 આરોપીની પોલીસે ધરપકડ કરી
  • હજુ પણ 2 આરોપીઓ પોલીસના સકંજાથી દૂર

સુરત: સુરતમાં આતંક મચાવી રહેલી ટામેટા ગેંગ સામે સુરત પોલીસે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ 2015 એટલે કે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. અને એક પછી એક એમ અત્યાર સુધી કુલ 12 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે યુસુફખાન ઇશરતખાન પઠાણની હત્યાના કેસમાં લખનૌ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. જયારે અન્ય આરોપી મોહમંદ શોએબ ઉર્ફે શોએબ સીટી મનીયાર લીંબાયત પોલીસ મથકમાં હત્યાનાં કેસમાં લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને બંનેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરતા 7 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

આ પણ વાંચો:કમલેશ તિવારીની હત્યાકાંડ: આરોપી યુસુફ ખાન સહિત ટામેટા ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ


હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં પણ આરોપી સામેલ

આરોપી યુસુફ ખાન પઠાણે ટામેટા ગેંગના સાગરીતો સાથે મળી વ્યક્તિગત રીતે તથા સંયુક્ત રીતે ઉતરપ્રદેશ નાકા હીંડોળા પોલીસ સ્ટેશન હિંદુ વાહિનીના નેતા કમલેશ તિવારીના મર્ડરના ગુના સહીત અપહરણ, ખંડણી, ખૂન, ધમકીઓ, ઘરફોડ ચોરી, લુટ તેમજ આમ્સ એક્ટ જેવા 9 ગુનાઓ આચરેલા છે. જ્યારે આરોપી શોએલે 6 ગંભીર ગુનાઓ આચરેલ અચે. તેમજ નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે છોટુ સીદીકી ઈશ્તિયાક અહેમદ સીદીકી તથા શાહરૂખ ઉર્ફે ઉમર અસ્લમ શાહનાઓએ મોહસીન કાલીયાનું લીંબાયત વિસ્તારમાં મર્ડર કર્યું હતું.

બે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર

આ કેસમાં ઇમરાન ઉર્ફે છોટુ સીદીકી અને શાહરૂખ ઉર્ફે ઉમર અસ્લમ હજુ પણ પોલીસની પકડમાં આવ્યા નથી. જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 4, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details