ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે - District Collector's Office

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે આવ્યાં હતા. જિલ્લા કલેકટર કચેરી ખાતે સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને મહિલા બાળ વિકાસ મુદ્દાઓ સહિત યોજનાઓ પર ચર્ચા થઈ હતી.

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે

By

Published : Jan 11, 2021, 10:17 PM IST

  • રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે
  • સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી
  • મહિલા બાળ વિકાસ મુદ્દાઓ સહિત યોજનાઓ પર કરી ચર્ચા

સુરતઃ શહેરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે આવ્યાં હતા. જિલ્લા કલેકટર કચેરી ખાતે સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં મહિલા બાળ વિકાસ મુદ્દાઓ સહિત યોજનાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ વહીવટી તંત્રના અધિકારીઓને મહિલા લક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી.

વહીવટી તંત્ર સાથે બેઠક

જાગૃતિના કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપ્યું

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મહિલા લક્ષી તમામ યોજનાઓને સાચા અર્થમાં લાભ પહોંચાડવામાં આવે તેમ અધિકારીઓને સૂચન કર્યા હતા. સાથે જ મહિલાઓ સુધી યોજનાઓ પહોંચે તે માટે જાગૃતિના કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપ્યું હતું, જેથી તેઓ સાચા અર્થમાં લાભ લઇ શકે અને મહિલા સુરક્ષા અને દીકરીઓ માટે સ્વસ્થ વાતાવરણ બની શકે.

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે

શહેરમાં બનતી દુષ્કમની ઘટનાઓ પર ચર્ચા કરાઈ

વહીવટી તંત્ર સાથે બેઠક
શહેરમાં મહિલા પર અત્યાચાર અને બાળકીઓ સાથે બની રહેલી દુષ્કમ ની ઘટનાઓને લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દુષ્કમ જેવી ગંભીર ઘટનામાં ચાર્જશીટ વહેલામાં વહેલી તકે જમા થાય જેથી આરોપીઓને વહેલી તકે કડકમાં કડક સજા થઈ શકે તેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details