ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના લાલગેટ પાસે આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર - સુરતમાં હત્યાની ઘટનાઓ

સુરતા શહેરમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે, ત્યારે સોમવારના રોજ સુરતમાં લાલગેટ પાસે અજાણ્યા શખ્સો એક આધેડની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આ આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત ક્રાઇમ ન્યૂઝ
સુરત ક્રાઇમ ન્યૂઝ

By

Published : Mar 22, 2021, 8:25 PM IST

  • આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરીને હત્યા
  • અજાણ્યા શખ્સો આધેડની હત્યા કરી ફરાર
  • જાહેરમાં આધેડની હત્યા થતા ચકચાર

સુરત : શહેરમાં આવેલા કતાર ગામમાં લોજિંગ ચલાવતા વૃદ્ધની હત્યા બાદ લાલગેટ વિસ્તારમાં એક આધેડની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો -સુરતમાં પત્નીના અન્ય યુવક સાથે આડા સબંધ મામલે પતિએ કરી પત્નીની હત્યા

પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા પાલિયા ગ્રાઉન્ડ નજીક 50 વર્ષીય મેહબૂબ હસન પટેલ નામના આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચક્ચાર મચી છે. અજાણ્યા શખ્સો આ હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ હત્યા રૂપિયાની લેતી-દેતી બાબતે આધેડની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે, જો કે, હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો -સુરતમાં નજીવી બાબતે પિતરાઈ ભાઈએ કરી બહેનના પતિની હત્યા

આ પણ વાંચો -સુરતમાં ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં આધેડ મળી આવ્યો, આત્મહત્યા કે હત્યા? તપાસ શરૂ

ABOUT THE AUTHOR

...view details