- યુવાને કિડની વેચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી
- આર્થિક ભીંસમાં આવી જતા માનસિકતાના ગુમાવી બેસ્યો હતો યુવાન
- ઈન્ટરનેટ પર 'સેલ ફોર કિડની ફોર મની' કર્યું હતું સર્ચ
સુરત : શહેરના યુવાને આર્થિક તંગીને કારણે માનસિક તણાવમાં આવી પોતાની કિડની વેચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ ઠકબાજોનો શિકાર બન્યો હતો. 4 કરોડ રૂપિયામાં કિડની વેચવા નીકળેલા યુવાનને 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે યુવાને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
આર્થિક ભીંસમાં આવતા કિડની વેચવા નીકળ્યો યુવાન
સુરતના નાનપુરાના હબીબ્શા મહોલ્લા ખાતે રહેતા અરબાઝ રાણા સાથે જે ઘટના બની છે તે અને યુવકો માટે ચેતવણી સમાન છે. અરબાઝ કારની લે-વેચનું કામ કરે છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાં અને લોકડાઉનના કારણે ધંધો બરાબર નહીં ચાલતાં તે આર્થિક ભીંસમાં આવતા માનસિકતાના અનુભવી રહ્યો હતો. આ વચ્ચે બહેનના લગ્ન કર્યા હોવાથી માથે દેવું થઈ ગયું હતું. આથી તેણે પોતાની કિડની વેચવાનો વિચાર કર્યો અને ઈન્ટરનેટ પર 'સેલ ફોર કિડની ફોર મની' એવું સર્ચ કર્યું હતું.
સોશિયલ મીડિયામાં કિડની વેચવાની યુવાને કરી જાહેરાત આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ ખાધો ફાંસો
મહિલા ફોન પોતાનું નામ શિલ્પા કુમાર જણાવ્યું
ઈન્ટરનેટ પર સર્ફિંગ દરમિયાન તેને વેબસાઈટ પર ક્લિક કરી શિલ્પા કુમાર એવું નામ અને મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો, આ વેબસાઇટ પર મનીપાલ હોસ્પિટલ અને બેંગલોરનો ફોટોગ્રાફ હતો. તે જોઈ અરબાઝે મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો અને કોલ રીસીવ કરી કટ કરી દેવાયો હતો, ત્યારબાદ તેને તે જ નંબર પરથી વોટ્સએપ કોલ કરાયો હતો. અરબાઝને ફોન પર કોઈ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે, તે શિલ્પા કુમાર છે અને કિડની સેલિંગના નામે તેની પર્સનલ ડિટેલ મેળવી લીધી હતી.
ઠગબાજોએ ઓનલાઇન પૈસા પડાવ્યા
ફોન પર વાત કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, કિડની સેલ કરવા માટે રજીસ્ટ્રેશન ફી 9,999 રૂ છે, તે ફરજિયાત ભરવાની રહેશે.આ ત્યારબાદ આ ફીના પૈસા અરબાઝે બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આથી, યુવકને નેફોલોજી એક્ઝામીનેશન વિથ નેશન કિડની ફેડરેશનનું સર્ટીફીકેટ મોકલી અપાયું હતું. પોતાને ડોક્ટર શિલ્પા બતાવનાર મહિલાએ અરબાઝને કહ્યું હતું કે, બેન્ક એકાઉન્ટમાં બે કરોડ ટ્રાન્સફર થયા બાદ કિડની ડોનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ બીજા બે કરોડ એકાઉન્ટમાં જમા થશે એવું જણાવ્યું હતું. એટલું જ નહીં નાણા ટ્રાન્સફર કરવાની ફી પેટે 35,500 પણ આ ઠગ બાજો દ્વારા ઓનલાઇન પડાવી લેવાયા હતા.
આ પણ વાંચો:સુરતમાં બાળકોને ફરવા લઈ જતા વાલીઓ સાવધાન, સુરતમાં MIS-Cએ ફરી લીધો ઉપાડો, એક મહિનામાં 2 બાળકના મોત
ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા
અરબાઝને વિશ્વાસમાં લીધા બાદ અપગ્રેટિંગ એસેસ કોડ, ઇન્કમ ટેક્સ પેટે, ICT કોડ , MF કોડ વિગેરે જેવા ચાલના નામે ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રીતે 14.78 લાખો ઓનલાઇન પડાવી લેવા છતાં 2 કરોડ બેંક એકાઉન્ટમાં જમા થયા નહોતા. આખરે અરબાઝને શંકા જતા તે બેંગ્લોર જઈ મનિપાલ હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં કિડની વેચાણની કોઈ પ્રવૃત્તિ થતી જ નથી. આખરે અરબાઝે છેતરપિંડીનો અહેસાસ થતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.