ગુજરાત

gujarat

ETV Bharat / city

Martyr's Memorial in Gujarat : શહીદોના સ્મારક બનાવવા મહારાષ્ટ્રના વ્યક્તિએ કરી અનોખી પહેલ - Martyr's Memorial in the Andamans

મહારાષ્ટ્રના ઉમેશ જાધવે નામના વ્યક્તિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી રીત સામે આવી છે. તેઓ ગુજરાતમાં શહીદોના ઘરેથી માટી લઈને સ્મારક (Martyr's Memorial in Gujarat) બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં એક પુલવામાં શહીદોનું સ્મારક (Monument to Martyrs in Pulwama) બનાવી ચુક્યા છે.

Martyr's Memorial in Gujarat : શહીદોના સ્મારક બનાવવા મહારાષ્ટ્રના વ્યક્તિની અનોખી રીત, આવ્યો ગુજરાત શા માટે જૂઓ
Martyr's Memorial in Gujarat : શહીદોના સ્મારક બનાવવા મહારાષ્ટ્રના વ્યક્તિની અનોખી રીત, આવ્યો ગુજરાત શા માટે જૂઓ

By

Published : Apr 13, 2022, 10:49 AM IST

સુરત : મહારાષ્ટ્રના એક વ્યક્તિએ શહીદોને શ્રદ્ધાંજલિ (Tribute to Those Martyred in Pulwama) આપવાની અનોખી રીત લીધી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામાં એટેક દરમિયાન શહીદ થનાર શહીદોના ઘરેથી માટી લઈને સ્મારક બનાવનાર ઉમેશ જાદવ સુરત આવ્યા હતા. ખાસ વાત એ છે કે આંદામાન ખાતે શહીદ સ્મારક (Martyr's Memorial in Gujarat) બનાવવાના હેતુથી તેમણે ગુજરાતના 5 શહીદોના ઘરેથી માટી લીધી છે.

શહીદોના સ્મારક બનાવવા મહારાષ્ટ્રના વ્યક્તિએ કરી અનોખી પહેલ

આ પણ વાંચો :ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ માટે દેશભ્રમણ કરી રહેલા ઉમેશ જાદવનું દમણમાં સન્માન કરાયું

શહીદોના ઘરની બહાર માટી એકત્ર - મૂળ મહારાષ્ટ્રના બેંગલુરુમાં રહેતા ભૂતપૂર્વ ફાર્મસી પ્રોફેસર અને સંગીતકાર ઉમેશ ગોપીનાથ જાધવની શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી રીત છે. એક સંગીત પ્રોગ્રામ કરીને પરત ઘરે ફરતી વખતે જોયેલા દ્રશ્યોથી તેમણે શહીદોના પરિવારોને મળવાનું અને તેમના ઘરની બહારથી માટી એકત્ર કરવાનું નક્કી કર્યું હતું. તેઓ પુલવામાં એટેકના શહીદોનું સ્મારક (Tribute to Martyrs of Pulwama) બનાવી ચુક્યા છે. હાલ તેઓ આંદામાન ખાતે શહીદ સ્મારક બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તે દરમિયાન તેઓ સુરત એક કાર્યક્રમમાં આવ્યા હતા.

આ પણ વાંચો :પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

40 શહીદોના ઘરની માટી લઈને એક સ્મારક બનાવ્યું -ઉમેશ જાધવે જણાવ્યું હતું કે, પુલવામાં હુમલો (Monument to Martyrs in Pulwama) થયા બાદ અત્યાર સુધી હું 140 શહીદ પરિવારોને મળ્યો છું. પુલવામાના 40 શહીદોના ઘરની માટી લઈને એક સ્મારક બનાવ્યું છે. આ એક નિસ્વાર્થ કાર્ય છે અને આજે હું સુરત આવ્યો છું. મને ગર્વ છે કે મે કચ્છના રણની માટી પણ લીધી છે. અમદાવાદના મેજર ઋષિકેશ રમાણી, કેપ્ટન નિલેશ સોની અને ગુજરાતના 5 શહીદોના ઘરની માટી પણ લીધી છે. આ માટીથી આંદામાનમાં મોટુ (Martyr's Memorial in the Andamans) મોન્યુમેન્ટ બનશે. દેશભક્તિની સાથે આપણી ફોર્સ, યુનિફોર્મ અને પોલીસ ડિપાર્ટમેન્ટનું સન્માન દરેકે કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details