ગુજરાત

gujarat

ETV Bharat / city

A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ - Forest Department team

સુરતના માંડવી તાલુકાના કાલીબેલ ગામે દીપડાએ એક આધેડ પર હૂમલો(Leopard Attack a Man) કર્યો હતો. જેમાં તેઓ ઘયલ થતા વન વિભાગ ટીમ(Forest Department team) દોડી આવતા દીપડાને પકડવા તાજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં જીવ જેખમમાં મૂકી આધેડએ પોતનો જીવ બચાવ્યો છે.

A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ
A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ

By

Published : May 23, 2022, 10:45 PM IST

સુરત: જિલ્લાના માંડવી તાલુકાના કાલીબેલ ગામે દીપડાએ આધેડ(Leopard Attack a Man) પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં આધેડને ઇજા થવા પામી હતી, હાલ વન વિભાગ દીપડાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. દિપડાનો આતંક ઠેર ઠેર જંગલના આસપાસના વિસ્તારોમાં વધુ સાંભળવામાં આવે છે. આ મામલે વન વિભાગ દોડી આવતા દીપડાને પકડવા તાજવીજ હાથ ધરી છે.

દીપડાએ કર્યો આધેડ પર હુમલો

દીપડા સાથે બાથ ભીડી આધેડ એ માંડ માંડ બચાવ્યો જીવ - ઉમેદભાઈ ચૌધરી પોતાની બાઈક લઈને માંડવી તરફ આવી રહ્યા હતા. એમના ગામ નજીક બાઈક ઉભી રાખી સૌચક્રિયા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી ખૂંખાર દીપડો(Leopard came from Sugarcane Farm ) બહાર આવ્યો હતો. ઉમેદભાઈ પર હૂમલો કરી દીધો હતો. પોતાનો જીવ બચાવા માટે દીપડા સાથે 5 મિનિટ સુધી જીવસટ્ટો(A Man Fights with Leopard) ખેલ ખેલાયો હતો. જેમાં ઉમેદભાઈને ભારે ઈજા પહોંચી હતી. જોકે ઘભરાયેલો દીપડો ઉમેદભાઈને છોડીને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. તેમ છતાં દીપડાની હુમલાની ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો:panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

દિપડાને હુમલો કરતા આધેડને 10 જેટલા ટાંકા આવ્યા -ખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા ઉમેદભાઈ ચૌધરીને 10 જેટલાં ટાકા આવ્યા છે. દીપડો ઉમેદભાઈના ગળાને(Leopard always attack human throat) પકડે નહી એ માટે ઉમેદભાઈએ પોતાનો જીવ દાવ પર ખેલી દિપડાને ભગાવ્યો હતો. ઉમેદભાઈએ જણાવ્યું હતું કે, ડિસ્કવરી પર આવતા ટીવી શોને(Discovery Show on Television) જોઈને પોતાનો જીવ કેવીરીતે બચાવી શકાય એ રીતે દીપડાનો સામનો કર્યો હતો. જેથી તેમનો જીવ બચી ગયો છે. પરંતુ ઉમેદભાઈ પર થયેલા હુમલા બાદ કાલીબેલ ગામમાં દીપડાનો ડર જોવા મળી રહ્યો છે. દીપડાના ભયના કારણે ખેડૂતો પોતાના ખેતરે જતા ડરી રહ્યા છે. ખેત મજૂરો સાંજ પડતાજ પોતાના ઘર ભેગા થઇ જાય છે. ગામ નજીક થયેલા હુમલાના કારણે દીપડો વધુ હુમલા કરશે એવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

આ પણ વાંચો:Panther in Surat : મસાડમાં દીપડાએ કોઠારમાં ઘૂસી બે વાછરડાંનો શિકાર કર્યો

વન વિભાગની ટીમ આવી હરકતમાં -દીપડાએ આધેડ પર હુમલો કર્યાની જાણ માંડવી વન વિભાગની ટીમને(Forest Department team) થતાં તેઓ એ તાત્કાલિક દીપડાને ઝડપી લેવાની કવાયત હાથ ધરી હતી. કોઈ બીજા માણસ પર હુમલો થાય એ પહેલા મારણ સાથે પાંજરું ગોઠવી ખુખાર દિપડાને પકડવા ચક્રોતિમાન કર્યા હોવાની વાત સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details