ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કલર કામ કરતા શ્રમિકે 5 વર્ષની બાળકીને બિસ્કિટની લાલચ આપી દુષ્કર્મ કર્યું - ડીંડોલી પોલીસ સ્ટેશન

સુરતમાં ડીંડોલી સી. આર. પાટીલ રોડ પર રહેતા અને કલર કામ કરતા શ્રમિકે નજીકમાં રહેતી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બાળકીએ તેની માતાને જાણ કરતા ડીંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

સુરતમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ પીડિતાના પિતા પાસે માફી માગનારો આરોપી ઝડપાયો
સુરતમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ પીડિતાના પિતા પાસે માફી માગનારો આરોપી ઝડપાયો

By

Published : Aug 27, 2021, 3:10 PM IST

  • સુરતમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
  • ડીંડોલી સી. આર. પાટીલ રોડ પર રહેતા શ્રમિકે બાળકી સાથે કર્યું દુષ્કર્મ
  • ડીંડોલી પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી

સુરતઃ શહેરમાં નાની બાળકીઓ દુષ્કર્મની શિકાર બની રહી છે. ત્યારે ફરી એક વાર ડીંડોલી સી. આર. પાટીલ રોડ પર આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા શ્રમિકે 5 વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. આ શ્રમિક બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે લઈ ગયો અને ઘરની સામેના એક પ્લોટમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે બાળકીએ તેની માતાને આ અંગે જાણ કરતા પીડિતાની માતાએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગોલુરામ શ્રીકુમાર યાદવ (ઉં.વ. 22)ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-ગોમતીપુરમાં પ્રેમી દ્વારા સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ, સગીરાનું સારવાર દરમિયાન મોત

બિસ્કિટની લાલચે દુષ્કર્મ કર્યું
ડીંડોલીના સી. આર. પાટીલ રોડ પર આવેલા જગદંબા નગરમાં રહેતો ગોલુરામ શ્રીકુમાર યાદવ (ઉં.વ.22) કલર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન ગોલુ યાદવની નજર નજીકના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકી પર હતી. ત્યારે આ બાળકીને બિસ્કિટની લાલચ આપી તેને ઘરના એક પ્લોટમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.


આ પણ વાંચો-પત્ની સાથે જબરદસ્તી બાંધવામાં આવતો શારીરિક સંબંધ એ દુષ્કર્મ નથીઃ છત્તીસગઢ હાઈકોર્ટ

આરોપીએ પીડિતાના પિતાની માફી માગી

બાળકીના પિતાને આ ઘટનાની જાણ થતા તેણે આરોપીને ઠપકો આપ્યો હતો. તો આરોપીએ પીડિતાના પિતાની માફી માગી, પરંતુ પીડિતાની માતાની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details