ગુજરાત

gujarat

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ લાગી, કોઇ જાનહાની નહીં

By

Published : Jun 6, 2021, 9:13 AM IST

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ GIDCમાં પ્લોટ નંબર 247 આવેલ શ્યામાં શ્યામ ડાઇન્ગ મિલના ગોડાઉનમાં લાગી આગ.ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવામાં આવી રહ્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ લાગી
સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ લાગી

  • પાંડેસરાGIDCમાં લાગી આગ
  • શ્યામ ડાઇન્ગ મિલના ગોડાઉનમાં આગ લાગવાને કારણે અફરાતફરી મચી
  • આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી

સુરત:પાંડેસરા વિસ્તારમાં આવેલ GIDC પ્લોટ નંબર 243માં શ્યામ ડાઇન્ગ મિલના ગોડાઉનમાં આગ લાગવાને કારણે અફરાતફરી મચી હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જોકે હજી સુધી કોઇ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો:સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી

હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ GIDC પ્લોટ નંબર 243માં શ્યામ મિલના ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવાની સાથે ડાઇન્ગ મિલમાં કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરતા ભેસ્તાન ફાયર વિભાગ અને વેસુ ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, ફાયર વિભાગ દ્વારા પણ આગને જોતા વધુ આઠ ગાડીઓ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જોકે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.

આ પણ વાંચો:અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી

કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી

ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું કે, પાંડેસરા વિસ્તારમાં GIDCમાં આવેલા પ્લોટ નંબર 246માં શ્યામ ડાઇન્ગ મિલના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી. અમે પહેલા ચાર જેટલી ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. પરંતુ આગ મોતી હોવાના કારણે અમે વધુ આઠ જેટલી ગાડીઓ બોલાવવામાં આવી હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. અને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તપાસ કર્યા બાદ જ જાણવા મળશે કે આગ કઇ રીતે લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details