- શૈક્ષણિક સંસ્થામાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે
- અયોધ્યાના રામ મંદિરના માનમાં બનાવવામાં આવશે રામવન
- મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે
સુરત: શહેરનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન (Hearts at Work Foundation) દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ (Sardar Vallabhbhai Patel Smriti Trust) સાથે પર્યાવરણીય કાર્યો માટે MOU થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.
પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ દૂર થશે
ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ (Urban Forest) તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને આશરો મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’
બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે