ગુજરાત

gujarat

ETV Bharat / city

ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરનારી ટોળકી સુરતથી ઝડપાઇ - Surat Cyber Crime Cell

મહારાષ્ટ્ર, ગુજરાત અને UP ના અલગ અલગ શહેરોમાં અલગ અલગ બેન્કના અલગ અલગ ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને વાતોમાં લઇ તેઓના ATM બદલી તેમજ પાસવર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી 19 ATM, 5 મોબાઈલ અને એક ફોરવ્હીલ કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat
Surat

By

Published : Sep 8, 2021, 5:05 PM IST

  • ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને છેતરપીંડી
  • મદદ કરવાને બહાને વાતોમાં લઇ તેઓના ATM બદલી તેમજ પાસવર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઇ
  • આરોપીઓ પાસેથી 19 ATM, 5 મોબાઈલ અને એક ફોરવ્હીલ કાર કબજે

સુરત: શહેરના વડોદગામ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા અને દવાની દુકાનમાં નોકરી કરતા વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા 21 મી જુલાઈએ ભેસ્તાન SBI ના ATM માં 90 હજાર ભરવા ગયો હતો. ATM માં પૈસા ભરવા ગયો ત્યારે બે શખ્સ પાછળ હતા. ગ્રાહકે 90 હજારની રકમ મશીન દ્વારા ખાતામાં જમા કરાવી તે સમયે એક ઠગએ વાતમાં નાખી કેમેરા સામે જોવાનું કહી ATM કાર્ડ બદલી નાખ્યું હતો. ઠગ ટોળકીએ ATM કાર્ડથી પહેલા 10 હજારના 4 ટ્રાન્જેકશનો મળી 40 હજાર પાંડેસરા ભેદવાડ ખાતેથી ઉપાડ્યા પછી 10,200નું પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી પેટ્રોલપંપ સ્વાઇપ કરાવ્યો ઉપરાંત 1228 રૂપિયા અઠવા લાઇન્સના ધીરજ સન્સમાંથી ખરીદી કરી હતી. જ્યારે 9400 ગેરેજ અને પેટ્રોલપંપ સ્વાઇપ કર્યા તેમજ 9600 રાજેન્દ્ર શાહના ખાતામાં ટ્રાન્સફર કર્યા કરી કુલ 71,428ની રકમ ઉપાડી લીધી હતી. પાંડેસરા પોલીસે વિશ્વનાથ મિશ્રાની ફરિયાદ લઈ ચીટીંગનો ગુનો નોંધી બેંકના ATM, પેટ્રોલપંપ, મોલ સહિતના CCTV ફૂટેજ મેળવી ઠગોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં પોલીસે આખી ગેંગ પકડવામાં સફળતા મળી છે.

ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરનારી ટોળકી સુરતથી ઝડપાઇ

ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા

સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ તથા પાંડેસરા પોલીસની ટીમે આ ગેંગના યુપી ખાતે રહેતા તૌફીકખાન ઉર્ફે બબ્બુ મુસ્તકીમ, રીયાઝખાન સીરતાઝખાન, હબીબ નવાબ શેખ અને મોહમ્મદ ઈરફાન મોહમ્મદ મુનીરખાન નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 5 મોબાઈલ, એક ફોરવ્હીલ, અલગ અલગ બેંકોના 19 ATM કાર્ડ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં આ ગેંગ મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપીના અલગ અલગ શહેરોમાં અલગ અલગ બેન્કના અલગ અલગ ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને વાતોમાં લઇ તેઓના ATM બદલી તેમજ પાસવર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ઝડપાયેલો તૌફીકખાન ઉર્ફે બબ્બુ મુસ્તકીમ મહારાષ્ટ્રના શિરપુર પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં ઝડપાયો હતો તેમજ ઉતરપ્રદેશ સુલતાનપુર કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં ચાર ગુનામાં પકડાઈ ચુક્યો છે. રીયાઝ ખાન બે વર્ષ પહેલા ઉતરપ્રદેશ ખાતે ચથવાળા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા ગુનામાં પકડાઈ ચુક્યો છે. હબીબ નવાબ શેખ વર્ષ 2015 માં મહારાષ્ટ્ર, આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં બેંકના લૂટના ગુનામાં પકડાઈ ચુક્યો છે. તેમજ ધુલિયા LCB પોલીસ મથકમાં બનાવતી ચલણી નોટના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

ABOUT THE AUTHOR

...view details