- સામૂહિક દુષ્કર્મ કેસમાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે વિવાદિત નિવેદન આપ્યું છે
- નિવેદન આપતાં જણાવ્યું હતું કે માતા-પિતાને આત્મમંથન કરવાની જરૂર
- રાજ્યમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત રહે તેની જવાબદારી રાજ્ય સરકારની હોય છે
સુરત: ગોવા( Goa)માં બીચ પર બે સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે(chief minister Pramod Sawant) વિવાદિત નિવેદન આપ્યું છે. સાવંતે આ ઘટના અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, માતા-પિતાને આત્મમંથન કરવાની જરૂર છે કે, તેમના બાળકો આટલી રાત સુધી બીચ પર શું કામ હતા. આ નિવેદન બાદ માત્ર વિપક્ષ જ નહિ, પરંતુ દેશના લોકો ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો- #JeenDo: સમાજ અને પ્રસાશન ગુન્હા થયા બાદ જ કેમ જાગે છે
ગોવા જેવા રાજ્યમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત રહે તેની જવાબદારી રાજ્ય સરકારની હોય છે
સુરતમાં મહિલાઓએ આ નિવેદનને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, માતા-પિતાએ નહી, પરંતું તેમને આ નિવેદન પર આત્મમંથન કરવાની સખ્ત જરૂર છે. ગોવા( Goa) જેવા રાજ્યમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત રહે તેની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.
માણસની અંદર જે વિકૃતિ છે તે દૂર કરવાની જરૂરિયાત
સુરતની દુરૈયા મુસ્તફા કે જેઓએ 35 દિવસમાં 10 હજાર કિલોમીટર એકલી ટ્રક ચલાવીને રિપોર્ટ બનાવ્યો છે. તેઓએ ગોવા( Goa)ના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત(chief minister Pramod Sawant)ના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, યુવતીઓને એકલા ફરવાનો કેમ અધિકાર નથી. કેમ બીજાના કારણે તેઓ ડરીને ઘરમાં એકલી રહે, માણસની અંદર જે વિકૃતિ છે તે દૂર કરવાની જરૂરિયાત છે. પહેલા એ બદલવાની જરૂર છે, સરકાર લો એન્ડ ઓર્ડર સખત બનાવે.