ગુજરાત

gujarat

ETV Bharat / city

રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી

હાલ રાજ્યમાં કોરોના વાઇરસના કહેર બાદ મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને કોરોના વાઇરસ બાદ મ્યુકોરમાઇકોસિસનો ચેપ લાગ્યો હતો. જેની પુત્રએ સારવાર માટે ગાંધિનગર અને ત્યારબાદ સુરતના તબીબને બતાવી સારવાર ચાલું કરી હતી.

રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી
રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી

By

Published : May 25, 2021, 4:54 PM IST

  • રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર
  • રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને થયો મ્યુકોરમાઇકોસિસ
  • એક આંખને સર્જરી કરી કાઢવામાં આવી

સુરત: રેલવે વિભાગમાં પૂર્વ ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત જીવન નિર્વાહ કરી રહેલા 75 વર્ષીય વૃદ્ધની એક આંખ મ્યુકોરમાઇકોસિસના કારણે કાઢવી પડી છે. એક બાજુ મ્યુકોરમાઇકોસિસ જેવી ગંભીર બીમારી અને બીજી બાજુ સુગર લેવલ વધારે હોવાના કારણે ગાંધીનગરના ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સારવાર કરવાથી હાથ ઊંચા કરી દીધા હતા પરંતુ વૃદ્ધના પુત્રએ હાર નહિ માની અને તેમને સારવાર માટે સુરત લઈ આવ્યા. તેમની એક આંખ કાઢવી પડી છે પરંતુ પુત્રને સંતોષ છે કે ઘરના મોભી સ્વસ્થ થઈને ઘરે પરત આવશે.

રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસિસનો કહેર - 247 દર્દીઓ સારવાર હેઠળ, 17 દર્દીઓના મોત

75 વર્ષીય વૃદ્ધના પુત્ર નિખિલ પટેલે જણાવ્યું હતું કે તેમના પિતા રેલવે વિભાગમાં ક્લાસ વન અધિકારી હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ રિટાયરમેન્ટ જીવન વ્યતીત કરી રહ્યા હતા. એક મહિના પહેલા તેમના પિતા કોરોના પોઝિટિવ થયા હતા. RT-PCR ટેસ્ટમાં તેઓ નેગેટિવ આવ્યા હતા પરંતુ CT સ્કેનમાં 30 ટકા જેટલો સંક્રમણ જોવા મળ્યું હતું. જોકે તેમને ઓક્સિજનનો અથવા તો ઈન્જેક્શન આપવામાં આવ્યું ન હતું પરંતુ તેમનો સુગર લેવલ વધારે હતું.

RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો

નિખિલ પટેલે જણાવ્યું હતું કે, અચાનક તેમના માથામાં દુખાવો શરૂ થઇ ગયો હતો, તેમણે ગાંધીનગરના ENT સ્પેશિયાલિસ્ટને આ અંગે જણાવ્યું હતું. મેડિકલ રિપોર્ટમાં જાણ થઈ હતી કે તેમને મ્યુકોરમાઇકોસિસનો રોગ છે પરંતુ પિતાનું સુગર લેવલ વધારે હોવાના કારણે તેઓ આંખની સર્જરી કરવા માટે તૈયાર નહોતા. ડોક્ટરે જણાવ્યું હતું કે, તેમને ઘરે લઇ જઇ તેમની સેવા કરે, નિખિલ કોઈપણ સંજોગે ઘરના મોભીને ગુમાવા માંગતો નહોતો. પુત્ર નિખિલ હિમ્મત ઝૂંટવી એક પરિચિતના કહેવા પર પિતાને સુરત લઈ આવ્યો હતો અને અહીં ડોક્ટરને બતાવ્યું હતું.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસિસના રોગના રોજ 80થી 100 સેમ્પલ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં થાય છે ટેસ્ટ

અમારા ઘરના મોભી સ્વસ્થ થઈને ઘરે પરત આવશે

નિખિલે જણાવ્યું હતું કે અહીં પણ પિતાનું સુગર લેવલ વધારે હતું, એક સપ્તાહ સુધી તેમનું સુગર લેવલ કંટ્રોલ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમની એક આંખ સર્જરીથી કાઢવામાં આવી હતી. હાલ પિતા સ્વસ્થ છે નિખિલે વધુમાં જણાવ્યું હતું કે ભલે પિતાની એક આંખ કાઢવામાં આવી હોય પરંતુ અમારી માટે સૌથી અગત્યની વાત એ છે કે, તેમના ઘરના મોભી સ્વસ્થ થઈને ઘરે પરત આવશે.

ABOUT THE AUTHOR

...view details