- 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી
- કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું
- આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો
સુરત: અશ્વિની કુમાર રોડ પર આવેલી મીરાં ગોઠણ ઈન્ડસ્ટ્રીમાં મોડી રાતે 2 વાગે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અંદર કામ કરતા શ્રમિકો દોડવા લાગ્યા હતા. 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી. હાલ કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું છે.
આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો
સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરની સામે મીરાં ઇન્ડસ્ટ્રીમાં ખાતા નંબર 6,566 અને 67માં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. મીરા ઇન્ડસ્ટ્રીઝ ચાર માળની હોવા છતાં નીચેથી બીજા માળ સુધીના ભાગને આગે પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. જોકે, આ આગમાં ખૂબ જ નુકસાન થયું હતુ. ફાયર સેફ્ટી હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો:દમણમાં તાડપત્રી બનાવતી કંપનીમાં ભીષણ આગ