ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ - સુરત અપડેટ્સ

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ ભાઠેના પાસે મિલેંનિયમ માર્કેટ-2ના 9માં માળે આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે, કોઇ જાનહાની થઇ નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે.

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ

By

Published : Jun 14, 2021, 6:56 AM IST

  • સુરત માર્કેટમાં લાગી આગ
  • TTL મશીન સાથે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન
  • દોઢ કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી

સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા ભાઠેના મિલેંનિયમ માર્કેટ-2ના 9માઁ માટે આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે, આગ લાગવાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને સાથે TTL મશીન સાથે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

ફાયર વિભાગ દ્વારા હાલ TTL મશીન દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી

સુરતના ટેકસટાઇલ માર્કેટમાં આવેલા મિલેંનિયમ 2ના 9માં માળે આવેલા ગોડાઉનમાં આગ લગતા દોડ-ધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સૌથી પહેલા માનદરવાજાની ચાર ગાડીઓ પહોંચીને જોયુ તો સાથે ફાયર વિભાગ દ્વારા TTL મશીન મગાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા એકથી દોઢ કલાકમાં આગને TTL મશીનથી કાબૂમાં લેવામાં આવી હતી આગ શેના કારણે લાગી છે એ વાત બહાર આવી નથી.

આ પણ વાંચો:કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા

માર્કેટના 9માં માળે આગ લાગી હતી

સુરત શહેર ફાયર વિભાગના ઓફિસર બસતં. કે. પરીખ દ્વારા કહેવામાં આવ્યુ કે, મિલેંનિયમ 2માં આગનો કોલ મળ્યો હતો. માર્કેટના 8માં માળે ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરની 15 ગાડીઓ, એક હાઇડ્રોલિક મશીન અને TTL મશીન દ્વારા એક થી દોઢ કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. હાલ કુલિંગની કામગીરી પતવા બાદ ખબર પડશે કે આગ શેના કારણે લાગી હતી.

આ પણ વાંચો:નરોડા સેજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી ફેકટરીમાં આગ લાગી

ABOUT THE AUTHOR

...view details