- ફેબ્રિક યાર્ન બનાવતી કંપનીમાં લાગી આગ
- સુરત ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો
- મજૂરો ફસાતા ફાયરની ટીમે રેસ્કયુ કર્યું
સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં ફેબ્રિક યાર્ન બનાવતી હિયા અને વેદાંત ટેક્ષમાં ફેબ્રિક યાર્નમાંથી કાપડ બનાવતા મશીનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી.
મજૂરો ધાબા પર ફસાયા
આગ લાગતાંની સાથે જ કંપનીમાં ફેબ્રિક યાર્ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક તરફ કંપનીમાં 20 જેટલા કામ કરતા મજૂરોએ પણ અંદર લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ પ્રસરી જવાથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો તો બીજી આગ કાબુમાં નહીં આવતા મેઈન ગેટ સુધી આગ પ્રસરતા 15 થી 20 મજૂરો ધાબા ઉપર ચડી જતા ફસાય ગયા હતા. જોકે, કેટલાક મજૂરો બહાર નીકળી ગયા હતા.
સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી
જોતજોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આગ લાગતા સ્થાનિકોએ સુરત શહેર ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી આગમાંથી સહીસલામત બહાર કાઢ્યા હતા.