સુરત વરાછા વિસ્તારમાં (Varachha Murder Case In Vegetable Market) હત્યાનો બનાવ (Surat murder Case) સામે આવ્યો છે. શાક માર્કેટમાં બેસવાના ઝઘડામાં (A fight to sit in Vegetable Market took ones life) યુવકને પત્થર અને પાઈપ વડે માર મારી હત્યાકરવામાં આવી હતી. આ બનાવમાં હત્યા બાદ આરોપી પોલીસ મથકે હાજર (accused himself present in front of Surat police )થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શાક માર્કેટમાં બેસવા માટે થયેલા ઝઘડાએ લીધો એકનો ભોગ , આરોપી ખુદ પોલીસ સમક્ષ થયો હાજર - સુરતના પુણાગામ આનંદનગર
સુરતના વરાછા વિસ્તારમાં કમકમાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. વરાછા ખાડી મોહલ્લો શાકમાર્કેટમાં બેસવા માટેથી થયોલા ઝઘડામાં ઉશ્કેરાયેલા ગણેશ રાઠોડ નામના આરોપીએ 35 વર્ષીય પુત્ર રાજેન્દ્રની હત્યા કરી (A fight to sit in Vegetable Market took ones life) હતી. આ બનાવમાં હત્યા બાદ આરોપી પોલીસ મથકે હાજર (accused himself present in front of Surat police) થયો હતો.
વરાછા ખાડી મોહલ્લો શાકમાર્કેટમાં હત્યા સુરતના પુણાગામ આનંદનગર (Punagam Anandnagar of Surat) ઝૂપડપટ્ટી પાસે રહેતા 54 વર્ષીય નંદકિશોર કાલીચરણ શર્માના 35 વર્ષીય પુત્ર રાજેન્દ્રની હત્યા કરવામાં આવી હતી. વરાછા ખાડી મોહલ્લો શાકમાર્કેટ પાસે આરોપી ગણેશ પ્રકાશ રાઠોડ નામના શખ્સે પથ્થર અને પ્લાસ્ટિકના પાઈપ વડે ગંભીર ઈજાઓ પહોચાડી તેની હત્યા કરી હતી. શાક માર્કેટમાં બેસવા બાબતે બોલચાલી બાદ ઝઘડોથયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ગણેશ રાઠોડ નામના આરોપીએ રાજેન્દ્ર શર્માની હત્યા કરી હતી.
હત્યા બાદ પોલીસ મથકે આરોપી હાજર થયોહત્યા કર્યા બાદ આરોપી પોલીસ મથકે હાજર થયો હતો. અને પોલીસને સમગ્ર હક્કિત જણાવી હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી ગણેશ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.