સુરત: જિલ્લામા કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી જ પોલીસ આગળ આવી સતત કામગીરી કરી રહી છે. જયારે લોકો ઘરમાં સુરક્ષિત હતા ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા અને પોલીસની આ ફરજ જયારે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે પણ યથાવત છે. આ દરમિયાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે.પરંતુ કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન પણ થયું છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ મથકમાં 25 વર્ષીય રશ્મિબેન મકનજી ભાઈ ગામીત એલ.આર. તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કોરોના પોઝિટિવ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છેલ્લા 5 દિવસથી સારવાર હેઠળ હતા. દરમ્યાન આજે તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન - Front line warriors
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગયી હતી.
કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા
પોલીસ બેડામાં શોકનો માહોલ
સુરતમાં પોલીસકર્મીઓ કોરોનાના કહેર વચ્ચે અને કરફ્યૂ સમયમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આજરોજ મહિલા પોલીસકર્મીનું કોરોનાના કારણે નિધન થતા મહિલા પોલીસકર્મીના પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. અને તમામ પોલીસકર્મીઓએ મૃતક મહિલા પોલીસકર્મીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.