ગુજરાત

gujarat

ETV Bharat / city

પિતાએ 1 વર્ષની બાળકીને બીજા માળેથી નીચે ફેંકી, માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ - પિતાએ પુત્રીને ફેંકી

'છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય' તે કહેવને લજવે તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બેરજોગાર પિતાએ પોતાની માસૂમ બાળકીને મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જો કે, માતાની ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.

cx
x

By

Published : Sep 22, 2020, 3:58 PM IST

સુરતઃ દીકરી સૌથી વધુ કોઈને વ્હાલી હોય તો તે પિતા છે. પરંતુ સુરતમાં પિતાએ પુત્રી સાથે જે ક્રૂરતા કરી છે તેને સાંભળીને સૌ કોઈ અચંબિત થઈ જશે. પિતાએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જો કે, બાળકીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને માતાના ફરિયાદ બાદ પોલીસે આ મામલે આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી છે.

એક પિતાએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી
સુરતમાં એક કળયુગના પિતાની ક્રૂરતા સામે આવી છે. આ પિતાએ પોતાની એક વર્ષની પુત્રીને મારી નાખવાના ઇરાદે બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. કોઈ પિતા આટલી હદે નિષ્ઠુર હોય શકે કે પોતાની માસુમ બાળકી સાથે આવું કૃત્ય કરી શકે ? સાલબત પુરા વિસ્તારમાં રહેતા ભાવિન લોકડાઉન દરમિયાન બેરોજગાર બની ગયો હતો. જેથી ઘરમાં વારંવાર કંકાસ થતો હતો. પત્ની સુષ્મા સાથે ઝઘડો વધી ગયો હતો .સુષ્મા પોતાની એક વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી. જો કે, આ વાતનો ગુસ્સો આવતા પિતા ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેકી દીધી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઇજા થઈ હતી.બાળકીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ હોવાથી જમણી બાજુનું અડધુ અંગ ઓછું કામ કરતું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે. જો કે, માતા સુષ્માએ બાળકીના પિતા વિરુદ્ધ બાળકીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details