- સુરતમાં ડમ્પર ચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા મોત
- જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યો
- વરિવાવ ખાતે મહિલા TRB જવાન મોપેડ પર જઈ રહી હતી
સુરતઃ શહેરના વરિયાવ ખાતે મોપેડ પર એક મહિલા TRB જવાન જઈ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો આ ઘટનાની જાણ થતા જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ TRB જવાનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા.
આ પણ વાંચો-બેકાબૂ ડમ્પરઃ ઝાલાવાડમાં ફૂટપાથ પર સૂઇ રહેલા મજૂર પરિવારને કચડી નાખ્યા, 3 બાળક સહિત 5ની મોત
21 વર્ષીય મહિલા TRB જવાનનું ઘટનાસ્થળે મોત
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના વરિયાવ તારવાડીમાં આવેલા ચૌધરી ફળિયામાં રહેતી 21 વર્ષીય પ્રીતિ પ્રવીણભાઈ ચૌધરી TRBમાં ફરજ બજાવતી હતી. પ્રીતિ પાલનપુર પાટિયા પોઈન્ટ પર ફરજ માટે જવા માટે મોપેડથી ત્યાં જઈ રહી હતી. તે દરમિયાન જ વરિયાવ ગામ રોડ પર ડમ્પરચાલકે પ્રીતિને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.