ગુજરાત

gujarat

ETV Bharat / city

બેંગ્લોરની એન્જિનિયર યુવતીના પ્રેમીએ કરેલા દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ - police station

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી અને બેંગ્લોરની એન્જિનિયર યુવતી પર દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. આરોપીએ યુવતીને મૂકી પ્રેમી મુંબઈ ફરાર થઈ ગયો છે.

બેંગ્લોરની એન્જિનિયર યુવતીના પ્રેમીએ કરેલા દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ
બેંગ્લોરની એન્જિનિયર યુવતીના પ્રેમીએ કરેલા દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ

By

Published : Apr 29, 2021, 12:08 PM IST

  • સુરતના અમરોલી છાપરાભાટા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતો હતો
  • પાલનપુર જિલ્લામાં 4 મહિનાથી યુવતીને મળવા પણ આવ્યો ન હતો
  • મુંબઈમાં મોબાઈલનો ધંધો શરૂ કરવાની વાત કરી હતી

સુરતઃ બેંગ્લોરની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરનાર 24 વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, આરોપ લગાવ્યો છે કે, તેને લગ્નની લાલચ આપી જબરજસ્તી શારીરિક સંબંધ યુવકે બાંધ્યા હતા. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી તેનો પ્રેમી આરોપી રમેશ રઘુવીર માલી એની સાથે સુરતના અમરોલી છાપરાભાટા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

બેંગ્લોરમાં સારી કંપનીમાંથી જોબ છોડાવી

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે મુંબઈમાં રહે છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ સુરત આવી તેની સાથે રહેતો હતો. પાલનપુર જિલ્લામાં 4 મહિનાથી યુવતીને મળવા પણ આવ્યો ન હતો. યુપીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. યુવતીને બેંગ્લોરની સારી કંપનીમાંથી જોબ છોડાવી 1 વર્ષ પહેલા સુરત લઈ આવ્યો હતો. આરોપીના ભાઈની બેંગ્લોરમાં મોબાઇલની દુકાન છે, જ્યાં યુવતી મોબાઈલનું રિચાર્જ અથવા તો રીપેરીંગ કરાવવા જતી હતી ત્યારે બન્નેની મૂલાકાત થઇ હતી. એ વખતે આરોપી સાથે ઓળખ થઈ અને મુંબઈમાં મોબાઈલનો ધંધો શરૂ કરવાની વાત કરી હતી અને સાથે લગ્નની લાલચ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details