ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં એક બાળક પતંગ પકડવાં જતા પાંચમાં માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત - a Child Falling and Died in Surat

સુરત શહેરના ભાઠાગામ વિસ્તારમાં આઠ વર્ષીય બાળક (Eight-year-old boy dies in Bhathagam area) ધાબા ઉપર ફસાયેલાં પતંગ પકડવા માટે દોડતા પાંચમાં માળેથી નીચે પટકાયો (a Child Falling and Died in Surat) હતો. તેને હોસ્પિટલ ખસેડતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

a child died while falling
a child died while falling

By

Published : Jan 9, 2022, 12:09 PM IST

સુરત: શહેરના છેવાડે આવેલા ભાઠાગામ વિસ્તારમાં આવેલા વીર સ્વસ્તિક હાઉસમાં ત્રીજા માળે રહેતો રોહિત ડામોર જે ભાઠાગામના સરકારી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરે છે. શનિવારે રોહિત વીર સ્વસ્તિક હાઉસના ધાબા ઉપર પોતાના મોટાભાઈ જોડે રમી રહ્યો હતો, ત્યારે તેણે ધાબા ઉપર ફસાયેલું પતંગ પકડવા માટે દોડતા પાંચમાં માળેથી નીચે પટકાયો (a Child Falling and Died in Surat) હતો. જે બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બાબતે ઈચ્છાપુર પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ધોરણ- 2માં અભ્યાસ કરતો હતો બાળક

આ બાબતે રોહિતના પિતા રમેશભ ડામોર જણાવ્યુ કે, હું અને મારી પત્ની મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. શનિવારે મને ફોન આવ્યો કે આ રીતે બન્યું છે. રોહિતને 108માં સિવિલ હોસ્પિટલ (Civil Hospital Surat) લઇ જવામાં આવ્યો છે. એટલે હું અને મારી પત્ની સિવિલ પહોંચ્યાં ત્યાં તેની સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ મેં મારી પત્નીને ઘરે મોકલી આપ્યો અને રાતે 9 વાગે ડોક્ટરે કહ્યું કે તેનું મોત થઇ ગયું છે. રોહિત નાનો છે, તે ધોરણ-2 માં અભ્યાસ કરે છે, તેનો મોટોભાઈ ધોરણ-5માં અભ્યાસ કરે છે. બન્ને એક જ સ્કૂલમાં છે. ભાઠાના સરકારી સ્કૂલમાં જ છે. હાલ આ બાબતે પોલીસે પણ અમારા ઘરે પહોંચી છે અને કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: Unseasonal Rain Gujarat: ત્રણ દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો

આ પણ વાંચો: શીખ ધર્મની જાણીતી રમત ગટકા ખેલો ઇન્ડિયામાં સામેલ, દમણ-દિવ અને DNHના 16 ખેલાડીઓ ઉતરશે સ્પર્ધામાં

ABOUT THE AUTHOR

...view details