ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

બારડોલી ખાતે તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના વિજેતા થયેલા ઉમેદવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. બારડોલી ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી વિજેતાઓનું સન્માન કર્યું હતું.

By

Published : Mar 15, 2021, 7:58 AM IST

Updated : Mar 15, 2021, 2:21 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

  • તમામ વિજેતા ઉમેદવારોને કામ કરવા આપ્યું પ્રોત્સાહન
  • બારડોલીના ટાઉન હોલમાં સન્માન કાર્યક્રમ યોજાયો
  • સંગઠનના પદાધિકારીઓનું પણ સન્માનકરાયું

બારડોલી: તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં અને ખાસ કરીને બારડોલીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જેને લઈને, આજે સોમવારે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિજેતા ઉમેદવારોને સન્માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

આ પણ વાંચો:બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી

કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં બારડોલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના વિજેતા ઉમેદવારો માટે કાર્યક્રમ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભવ્ય જીત બદલ બારડોલી નગર ભાજપ સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:સુરત જિલ્લાની તમામ નગરપલિકાઓમાં ભાજપનો ભગવો

આગામી દિવસોમાં કામ કરવા અપીલ

પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, બારડોલી પાલિકામાં 36માંથી 32 બેઠકો ભાજપે મેળવી હતી. જેમાં કોંગ્રેસનો ગઢ સમાન વોર્ડ નંબર 9 પણ કબ્જે કર્યો હતો. જ્યારે, જિલ્લા પંચાયતની 5 બેઠક પર જીત મેળવી પરંતુ, સુરાલી જિલ્લા પંચાયત બેઠક પણ 15 વર્ષ બાદ ભાજપે કબ્જે કરી છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપે કોંગ્રેસનું ખાતું ખોલાવ્યા વગર 22માંથી 22 બેઠકો પર જીત મેળવી હતી. વધુમાં કહ્યું હતુ કે, આગામી દિવસોમાં 16 તારીખે નગરપાલિકા અને 17મીએ તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ સમિતિ ચેરમેનોના પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે તો સૌએ એને સ્વીકારી પક્ષના શિસ્તમાં રહી, આગામી દિવસોમાં કામ કરવા અપીલ કરી હતી.

Last Updated : Mar 15, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details