ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું - Tapi river

સુરત શહેરના મગદલ્લાગામ ખાતે આવેલા તાપી નદીમાં આજે હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ હોડી સ્પર્ધામાં 8 ખલાસીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા મગદલ્લા ગામ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે અને આ વર્ષે કોરોનાને ધ્યાનમાં લેતા હોડી સ્પર્ધા જાન્યુઆરીમાં યોજવામાં આવતી સ્પર્ધા આ વખતે ફેબ્રુઆરીમાં યોજવામાં આવશે અને દર વર્ષે 15 થી 18 ખલાસી ભાઈઓ આ સ્પર્ધામાં ભાગ લઈને આનંદ માળે છે.

સુરતમાં હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સુરતમાં હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

By

Published : Feb 16, 2021, 8:55 PM IST

  • તાપી નદીમાં હોડી સ્પર્ધા યોજવામાં આવી
  • આ હોડી સ્પર્ધામાં 8 ખલાસીઓએ ભાગ લીધો
  • આ સ્પર્ધા મગદલ્લા ગામ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે

સુરતઃ શહેરના મગદલ્લાગામ ખાતે આવેલા તાપી નદીમાં આજે હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ હોડી સ્પર્ધામાં 8 ખલાસીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા મગદલ્લા ગામ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે અને આ વર્ષે કોરોનાને ધ્યાનમાં લેતા હોડી સ્પર્ધા જાન્યુઆરીમાં યોજવામાં આવતી સ્પર્ધા આ વખતે ફેબ્રુઆરીમાં યોજવામાં આવશે અને દર વર્ષે 15 થી 18 ખલાસી ભાઈઓ આ સ્પર્ધામાં ભાગ લઈને આનંદ માળે છે. આ વર્ષે કોરોના અને વેપારને લઈને ખાલી 8 ખલાસી ભાઈએ ભાગ લીધો હતો.

સુરતમાં હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

આ સ્પર્ધાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

મગદલ્લા ગામના હોડી સ્પર્ધા રાખનારા એવા કપિલ ઈશ્વરભાઈ પટેલ એમણે જણાવ્યું હતું કે, આ હોડી સ્પર્ધાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે અને અમુક સમય એવો પણ બને કે, લોકોનો ફોન પણ આવે કે હોડી સ્પર્ધા ક્યારે યોજાશે. અને તેનું મુખ્ય કારણ એ છે કે, આખા ભારતમાં જોવા જઇયે તો આ હોડી સ્પર્ધા કેરેલામાં સૌથી મોટી સ્પર્ધા થાય છે અને તે સ્પર્ધાને લોકો જોવા માટે દૂર-દૂરથી જાય છે. ત્યારે આપણા સુરતમાં પણ થાય છે આ સ્પર્ધા પણ એમાં ફર્ક કે, દક્ષિણ ભારતમાં થનારી આ સ્પર્ધામાં એક હોડીમાં જે ભાગ લેનારા સ્પર્ધકો હોય તે લોકો એક સાથે 50-50 બને બાજુએ બેઠા હોય છે એટલે કુલ 100 લોકો એક હોડીને લઈને સ્પર્ધામાં ભાગ લેય છે. જ્યારે આ સ્પર્ધા કેરલામાં એવું નથી પણ એક હોડીમાં 8 લોકો હોય છે અને હોડીને માટે ઊંચો 40 ફૂટ જેટલો પડદો બાંધવામાં આવે છે. મારા ખ્યાલથી સુરતના લોકો આ સ્પર્ધામાં ખાલી ઊંચો પરદો જોવા આવે એવું મને લાગી રહ્યું છે કારણે કે, હોડીની લંબાઈ ખાલી 12 થી 15 ફૂટ હોય અને પડદો એટલો ઊંચો કેમ એ પણ શૉ માટે નહિ પણ લોકોને આકર્ષવા માટે જ છે અને આ પર્દાને લાંબા 40 ફૂટ વાસના લાકડા જોડે બાંધવામાં આવે છે.

પાછલા 80 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

મગદલ્લા ગામના હોડી સ્પર્ધા પાછલા 80 વર્ષોથી થતી આવે છે અને જોવા માટે ખુબજ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. મગદલ્લાની બાજુમાં આવેલો ઓ.એન.જી.સી બ્રિજ પર એટલી ભીડ હોઇ છે કે, લોકોને ત્યાંથી જયારે સ્પર્ધા ચાલતી હોય ત્યારે લોકો ફોટો પડે અને વીડ્યો ઉતારે ઊંચે ઊંચેથી બૂમો પડે અને અમુક એવા પણ હોય છે જેઓ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે તાળીઓ પણ પડે છે અને આ સ્પર્ધા કરવાનું મુખ્ય કારણએ છે કે, ખલાસી ભાઈઓ એક જૂથ રહે તેજ બસ અને આનંદ ઉલ્લાસ માટે જ કરવમાં આવે છે અને આ સ્પર્ધામાં આજ સુધી કોઈ પહેલું નહિ કોઈ છેલ્લું નહિ બસ એક મોજ શોખ માટે જ છે. આ સ્પર્ધામાં આજે 8 હોડીઓ સાથે આજુ-બાજુ પણ હોડીઓ ફેરવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો તરત તજવીજ હાથ ધરવામાં આવે છે. આ સ્પર્ધામાં કુલ 64 ખલાસી ભાઈઓ હતા. જે બચાવ માટે એક હેલ્પર તરીકે સાથે સાથે હોય છે.

ABOUT THE AUTHOR

...view details