ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના જ કાર્યકરે સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટ દ્વારા આઈસોલેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. બુધવારે આવા જ એક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પહોંચ્યા હતા. જ્યાં તેમની જ પાર્ટીના લોકોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકર્તાઓ દ્વારા સાંસદને અપમાનિત પણ કરવામાં આવ્યા હતા.

ભાજપના જ કાર્યકરે સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી
ભાજપના જ કાર્યકરે સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી

By

Published : May 12, 2021, 7:16 PM IST

  • ભાજપના કાર્યકર્તાઓએ જ સાંસદ પ્રભુ વસાવાની ઝાટકણી કાઢી
  • સમસ્યાઓ સર્જાઈ ત્યારે સાંસદ દેખાતા જ ન હોવાની જણાવ્યું
  • રોષે ભરાયેલા કાર્યકર્તાએ સાંસદને અપમાનિત કરતા પલાયન


સુરત: ભાજપના એક કાર્યકર્તાએ બારડોલીના ભાજપના જ સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી હતી. જેના કારણે સાંસદ પ્રભુ વસાવાને સ્થળ છોડીને જવાની ફરજ પડી હતી. સુરતના વરાછા વિસ્તાર ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાતે ગયેલા સાંસદને જ્યારે તેમની જ પાર્ટીના કાર્યકર્તાએ જાહેરમાં અપમાનિત કરીને આક્રોશ વ્યક્ત કરતા સાંસદ ખુદ શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા.

ભાજપના જ કાર્યકરે સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી

પાર્ટીના કાર્યકરોનું કોઈ મહત્વ રહ્યું નથી

આઇસોલેશન સેન્ટરની મુલાકાતે પહોંચેલા પ્રભુ વસાવાને તેમના જ પાર્ટીના કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા અને અત્યાર સુધી જ્યારે લોકોને ઓક્સિજન અને ઇન્જેક્શનની સમસ્યા થઈ રહી હતી. ત્યારે તેઓ કેમ દેખાયા ન હતા અને અત્યારે કેમ આવ્યા છો ? તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભાજપના મહેશ નામના કાર્યકર્તાએ વારંવાર સાંસદ પ્રભુ વસાવા ને 'શરમ કરો, શરમ કરો' કહી રહ્યા હતા. કાર્યકર્તા રોષે ભરાઇને કહે છે કે, એક તો ધારાસભ્યો કાર્યકર્તાને ફોન નથી કરતા. અમે લોકો સામે જઈ શકતા નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કોઈ મહત્વ જ રહ્યું નથી. પ્રશ્ન અમે નહીં પૂછીએ તો કોણ પૂછશે ? ચૂંટણી વખતે મતની ભીખ માગવા અમે લોકો પાસે જઈએ છે અને પછી કોઈ કામ નથી કરી રહ્યા.

પાટીદાર સમાજના વિસ્તારમાં કાર્યકર્તાઓમાં ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, આઇસોલેશન સેન્ટર પાટીદાર સમાજનો વિસ્તાર ગણાતા વરાછામાં છે અને અહીં પાલિકાની ચૂંટણીમાં 27 જેટલી બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એક બાજુ પ્રજાનો વિરોધ સહન કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેમને લાગી રહ્યું છે કે, તેમના શીર્ષના નેતાઓ તેમની અવગણના કરી રહ્યા છે અને બુધવારે જ્યારે સાંસદ પ્રભુ વસાવા આઇસોલેશન સેન્ટર પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓનો ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details