ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી - Building collapses in Surat

સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં સવારે અગિયાર કલાકની આસપાસ એક મકાન ધરાશાયી થવાને કારણે દોડધામ મચી હતી. આ મકાન ધરાશાયી થવાને કારણે મકાનના પરિવારજનો અને પરિવારના માતા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તથા મહાનગરપાલિકાની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા મકાનના લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

Surat Municipal Corporation
Surat Municipal Corporation

By

Published : Jun 20, 2021, 6:09 PM IST

  • સુરતના ગોલવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી
  • અમદાવાદી મહોલ્લામાં 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું
  • મકાનના લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા
  • આ જર્જરિત મકાન ધરાશાયી થવાથી એક બાળક અને તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી

સુરત : શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં એક જર્જરિત મકાન રવિવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં પરિવારના એક માતા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને માતા અને બાળકનું રેસ્ક્યૂ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પાલિકાની ટીમ તથા સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચીનેપરીવારના બાકીના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હાલ બીજી કોઈ જાનહાનિ થઇ નથી.

સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મોહલ્લામાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

આ પણ વાંચો : 10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો

આ જર્જરિત મકાનને મનપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી

સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક મકાન ધરાશાયી થવાને કારણે દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પરિવારના લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ મકાન જર્જરિત હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે, ખાલી ન કરતા રવિવારે અચાનક ધરાશાયી થવાને કારણે પરિવારના માતા અને બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે માતા અને બાળકને સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કર્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ બીજી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાની અસર, વડોદરામાં વૃક્ષ ધરાશાયી થઈને મકાન પર પડતા મકાનને થયું નુકસાન

હાલ બીજી કોઈ જાનહાનિ થઇ નથી : મેયર

સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલા અમદાવાદી મહોલ્લામાં જર્જરિતમકાન ધરાશાયીના મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ જર્જરિત બિલ્ડિંગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી.જોકેએક બિલ્ડિંગમાં ચાર-પાંચ પરિવારો એક સાથે રહેવાને કારણે તેઓના અંદરના ઝઘડાને કારણે આ બિલ્ડિંગ ખાલી નહોતા કરતા. બાકી કોર્પોરેશન દ્વારા આ લોકોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી અને આ બિલ્ડિંગમાં એક બેન તથા એક બાળક છે, પરંતુ હાલ બધા સલામત છે. હાલ તમને ખાલી હોસ્પિટલાઈઝ્ડ કર્યા છે. બાકી હાલ બીજી કોઈ જાનહાનિ થઇ નથી.

મકાનના લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા

40-50 વર્ષ જૂના મકાનો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે : વિપક્ષ નેતા

આ ઘટના અપના બજાર પાસે અમદાવાદી શેરીમાં એક મકાનનું પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. કુદરતની કૃપા છે કે, કોઈની જાનહાનિ નથી થઇ, પરંતુ બે વ્યક્તિઓ ઇન્જર્ડ થયાં છે. તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ મકાન ધરાશાયી થઈ શકે તેમ છે. તેમ છતાં પણ આ મકાનને નોટિસ આપવામાં આવી નથી. તેનું કારણ શું છે ? આ કારણ જાણવા માટે મેં એક અધિકારીને પૂછ્યું તો તેમણે મને એમ જણાવ્યું હતું કે, આ મકાનનું એલીવેશન સારું લાગતું હતું. આ માટે નોટિસ આપવામાં આવી નથી પણ હકીકત એ છે કે એલીવેશનના આધારે ક્યારે પણ નોટિસ આપવામાં આવતી નથી. નોટિસ આપતા પહેલા જ જર્જરિત મકાનના સેબીલિટી પ્રોસેઓ ટેક્નિકલ પ્રોસેસના આધારે નક્કી કરવામાં આવે છે. તેના આધારે નોટિસ આપવી જોઈએ પણ આવી નોટિસ ક્યારે પણ આપવામાં આવી નથી. અહિંયા જ નહિ, પરંતુ એવા ઘણા બધા મકાનો છે. જેની ખરેખર તાત્કાલિક મહાનગરપાલિકાએ તપાસ કરવી જોઈએ. જેથી કરીને કોઈની જાનહાનિ થાય નહીં. આ એકદમ જૂનો વિસ્તાર છે. જ્યાં 40-50 વર્ષ જૂના મકાનો છે અને 40-50 વર્ષ જૂના મકાનો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. જેને લઇને સુરત મહાનગરપાલિકાએ પણ સતર્ક થવાની જરૂર છે અને આવા તમામ મકાનો નોટિસ આપીને તેમને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવા જોઈએ અને એવા મકાનોને ઉતારવાની જરૂર છે.

ફાયર વિભાગનું કામ રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવાનું છે : ફાયર ઓફિસર

સુરત શહેર ફાયર ઓફિસર જગદીશ પટેલ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, અત્યારે જે ગોલવાડની અંદર જે ઘટના બની છે. મકાન પડવાનો કોલ મળ્યો હતો. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી હતી. ઘટના સ્થળે એક ડેપ્રિસ્ત પડી ગઈ છે. મકાનની એના અંદર એક ફસાઈ ગયા હતા. તેને બહાર કાઢીને હોસ્પિટલ સારવાર માટે રવાના કરી દેવામાં આવ્યા છે અને સેકેન્ડ અને થર્ડ ફ્લોરના જે મકાન તૂટી ગયું છે અને પ્રોપર્ટીઝના અંદર જે જોખમ છે. જે કબાટની અંદર છે તે કાઢી આપવાની કામગીરી ચાલુ છે તથા આ મકાન ઝોન લેવલની બાબત છે કે કેટલી જૂના મકાનો છે. અમારું ફાયર વિભાગનું કામ રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવાનું છે.

ABOUT THE AUTHOR

...view details