સુરત: સુરત શહેરમાં વધુ એક કિશોરી પરદુષ્કર્મનો (Surat Rape Case) બનાવ સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં કિશોરી જે વ્યક્તિને કાકા કહેતી હતી તે જ શખ્સે 15 વર્ષીય કિશોરીને ધાબા પર કોક ચાલુ કરવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરી ઘરે એકલી હતી
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા માતા હીરાના કારખાનામાં નોકરી કરે છે અને પિતા પણ સાથે જ નોકરી કરે છે. માતાની તબીયત ખરાબ થતા માતા-પિતા દવાખાને ગયા હતા. આ દરમિયાન કિશોરી ઘરે એકલી હતી. તે દરમિયાન પડોશમાં જ રહેતા અને રાહુલ કાકાના નામથી ઓળખીતા શખ્સે કિશોરીને કોક ચાલુ કરવા માટે ધાબા પર બોલાવી હતી.
આરોપીએ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું
જેથી કિશોરી ધાબા પર ગઈ હતી અને શખ્સે એકલતાનો લાભ લઇ શારીરિક અડપલા કર્યા બાદ દુષ્કર્મ (Surat Rape Case) આચર્યું હતું. આ ઘટનાને લઈને કિશોરી ગભરાઈ ગઈ હતી.