ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 15 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા - Surat News

સુરતમાં એક 15 વર્ષની સગીરાએ આત્મહત્યા (Suicide in Surat) કરી લેતા ચકચાર મચી છે. તેના પરિવારજનો નિદ્રામાં હતા, ત્યારે તેણે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આ પગલું ભર્યું હતું.

Suicide in Surat
Suicide in Surat

By

Published : Oct 24, 2021, 10:59 AM IST

  • સુરતમાં 15 વર્ષની સગીરાએ કરી આત્મહત્યા
  • ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • પરિવારજનો નિદ્રામાં હતા ત્યારે પગલું ભર્યું

સુરત: શહેરના વિશ્વકર્મા નગર પાસે રહેતી 15 વર્ષની સગીરાએ પોતાના જ ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide in Surat) કરી લીધી હતી. જોકે વહેલી સવારે માતાએ બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેણે પુત્રીને બાથરૂમમાં લટકતી જોઈ બૂમાબૂમ કરી હતી. પરિવારે તરત 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે 15 વર્ષથી સગીરાને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

મારી દીકરી ખુબ જ ગુસ્સાવાળી હતી: સગીરાની માતા

સગીરાની માતા કાશ્મીરા બીબી શેખએ જણાવ્યું હતું કે, મારી દીકરી ખૂબ જ ગુસ્સાવાળી હતી. તેને એક વર્ષથી અમારા ગામના એક છોકરા જોડે પ્રેમ સંબંધ પણ હતો. તે વાતની જાણ મારી દીકરીએ મને કરી હતી. તે છોકરો પણ પુર પાટિયા પાસે આવેલ રોડ નંબર બે પર મિલમાં કામ કરી રહ્યો છે. આ વાતની જાણ મેં મારા પતિને કહી ન હતી. અમે કોલકાત્તાના બિરગુમ જિલ્લાના કનાઈપુરગામનાં વતની છીએ. મારી દીકરીને મેં 3 વર્ષ પહેલા જ સુરત બોલાવી લીધી હતી. મારી દીકરી મારી સાથે જ પાંડેસરામાં આવેલી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. મારા પતિ ઉનપાટિયામાં આવેલી મિલમાં કામ કરે છે. એક અઠવાડિયાથી મારી દીકરી અને તેના પ્રેમી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો પણ થયો હતો. એ જ વાતથી મારી અને પુત્રી વચ્ચે પણ બે દિવસ પહેલા જ ઝઘડો થયો હતો પરંતુ ત્યારબાદ મારી દીકરી મારી સાથે જ ઉંઘતી તથા બોલતી પણ હતી. હવે અચાનકથી તેણે આવું કર્યું.

આ પણ વાંચો: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કરાયું લોકોનું કાઉન્સિલિંગ

પોલીસે સગીરાનો મોબાઈલ જપ્ત કરી આગળ તપાસ હાથ ધરી

આ બાબતે સચીન GIDC પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, અમે પરિવારનું નિવેદન લીધું છે તથા સગીરાના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ સગીરા જે ફક્ત 15 વર્ષની જ હતી. તેનો એક વર્ષથી પ્રેમ સંબંધ પણ હતો. હાલ તો અમે તેના પ્રેમીનો કોન્ટેક્ટ કર્યો છે, તેના પ્રેમીએ ફોન ઉપર વાત પણ કરી છે. અમારી જોડે તેમાં છતાં અમે આ સગીરાનો મોબાઈલ અમે અમારા ટેક્નિકલ ટીમને આપી છે, જેથી તપાસમાં સરળતા રહે.

ABOUT THE AUTHOR

...view details