- દારૂ પી જુગાર રમતા 9 લોકોની વરાછામાં ધરપકડ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધકપકડ
- વરાછા વોર્ડ નંબર-2ના ભાજપના કાર્યકર્તા છે ભીતડીયા
સુરત: પોલીસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધરપકડ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક પાસે વૃંદાવન સોસાયટીમાં ઘર નંબર-42માં રવિવારે મોડી સાંજે અમરોલી પોલીસ દ્વારા ખાનગી બાતમીદાર પાસેથી મળતી માહિતી મુજબ છાપો માર્યો હતો. તે દરમિયાન કુલ 9 જેટલા વ્યક્તિઓને અમરોલી પોલીસે દારૂ પી જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ 9 લોકોમાં એક વ્યક્તિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા અને વરાછા વોર્ડ નંબર-2ના ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમરોલી પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પહેલા પણ રાકેશ ભીકડીયાની ધરપકડ થઈ ચૂકી છે
પોલીસે ખાનગી બાતમીદાર પાસેથી મળતી માહિતીને આધારે છાપો માર્યો હતો. આ દરમિયાન કુલ 9 જેટલા વ્યક્તિઓને અમરોલી પોલીસે દારૂ પી જુગાર રમતા ઝડપી પાડયા હતા. તેમાં સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધરપકડ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણી પહેલા પણ તેમનો એક દારૂ પીતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી, પરંતુ તેમને ટૂંકા સમયમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા.