- 75માં સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે
- દીક્ષા મહોત્સવમાં મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર દીક્ષા લેશે
- દીક્ષા મહોત્સવમાં પધારવા માટે સચિન તેંડુલકરને આમંત્રણ અપાયું
સુરત: દીક્ષા લેનાર મુકેશ સંઘવી કરોડપતિ ઉદ્યોગપતિ(Businessman Mukesh Sanghvi) છે. દિવાળીના દિવસે સંઘવી પરીવાર દ્વારા સાચોર શહેરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાનારા દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓ વ્યવસાય, સંબંધો અને સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. જેમાં મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે(Will take initiation with co-family). સંઘવી પરિવારનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાના કારણે તેમને આ દીક્ષા મહોત્સવમાં આવવાં માટે નિમંત્રણ(Invitation to Sachin Tendulkar at Diksha mahotsav) આપવામાં આવ્યું છે.
મુકેશ સંઘવી વિશે જાણીએ...
મુકેશ શાંતિલાલ સંઘવી મૂળ સાંચોરના રહેવાસી છે અને અત્યારે મુંબઈમાં વી.પી. રોડ પોશ એરિયામાં રહે છે. સંઘવી પરિવાર માંથી મુકેશ સંધવીના પત્ની શિલ્યાબેન, પુત્ર યુગ અને દીકરી કિયોશાકુમારી દીક્ષા લેશે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના ત્રણ પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામમાં વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેઓ મેટલનાં બીઝનેસ સાથે સંકળાયેલા છે.