સુરતઃ ઉત્તરાયણનો તહેવાર આપણા માટે ઉત્સાહનો તહેવાર હોય છે, ત્યારે મૂંગા પક્ષી માટે મોતનો દિવસ ગણાય છે. જોકે આ વખતે આકાશમાં પતંગની સંખ્યા ઓછી દેખાય હતી. જેને પગલે આ વખતે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
સુરતમાં ઉતરાયણ પર્વ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં 70 ટકા ઘટાડો - ઉત્તરાયણ ન્યૂઝ
ઉત્તરાયણનો તહેવાર આપણા માટે ઉત્સાહનો તહેવાર હોય છે, ત્યારે મૂંગા પક્ષી માટે મોતનો દિવસ ગણાય છે. જોકે આ વખતે આકાશમાં પતંગની સંખ્યા ઓછી દેખાય હતી. જેને પગલે આ વખતે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોના કહેર વચ્ચે તહેવાર ફિક્કો રહ્યો
કહેવાય છે કે પિંજરે કે પંછી રે તેરા દર્દ ના જાણે કોઈ ..તેરા દર્દ ન જાણે કોઈ ..ઉત્તરાયણ તહેવાર એટલે પક્ષીઓ માટે શોકનો દિવસ ગણાય છે. આ દિવસે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે, તેમજ પરિવારથી વિહોણા પણ થઈ જાય છે. ત્યારે સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણ તહેવાર ક્રેઝ મંદ જોવા મળ્યો હતો. તેમજ હવાનું પ્રમાણ નહિવત હોવાથી આકાશમાં પતંગ પણ ઓછી જોવા મળી હતી. જેને પગલે આ વખતે ઉત્તરાયણના એક દિવસમાં ઘાયલ પક્ષીઓના મોતની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો હતો.
લોકોમાં જાગૃતતા આવી
મહત્વની વાત એ છે લોકોમાં ધીરે ધીરે જીવદયાને લઈને જાગૃતિ આવી રહી છે. ત્યારે આ વખતે લોકોમાં જાગૃતિને કારણે લોકોએ સાવચેતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. બીજી તરફ સુરતમાં ગળા કપવાનો બનાવ પણ એક થી બે બન્યા હતાં.