- ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના બની
- ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
- સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે
સુરત: શહેરમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાન કરાવવાની છત્રીસમી ઘટના બની છે. ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની બીજી ઘટના છે. અંગદાનને લઇ જાગૃતતાના કારણે ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપવામાં આવ્યું
વાગડ વિશા ઓસવાળ સમાજ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ વિરેન્દ્રભાઈ (ઉર્ફે રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી. સુરતની કિરણ હૉસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું. વલસાડ અમરધામ કૉ.ઓ.સોસાયટી, શીલાપાર્ક કોમ્પ્લેક્ષ, તીથલ રોડ વલસાડ ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા કે જેઓ વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા.
મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું
મંગળવાર તા.14 સપ્ટેમ્બરના રોજ સવારે 5.30 કલાકે વિરેન્દ્રભાઈને એકાએક બ્લડપ્રેશર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જણાતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હૉસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું સામે આવ્યું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
બ્રેઈન હેમરેજ થયું હતું
મૂળ રહેવાસી ગામ વિભાણીયા, તા.કાલાવડ, જીલ્લો જામનગર અને હાલ હરેકૃષ્ણ સોસાયટી, કતારગામ ખાતે રહેતા 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા કે જેઓ રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ બુધવાર તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજે 8.00 કલાકે જમીને બેઠા હતા, ત્યારે બ્લડપ્રેશર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હૉસ્પિટલમાં ડૉ. કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સિટીસ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું.
7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું