સુરત : સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે (Gujarat Rain Update) વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને આજથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી (Rain in Surat) સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે હાલ સુરત જિલ્લામાં SDRF અને NDRFની આવી પહોંચી છે. તેમજ ફાઇબર બોટ અને ઉપકરણો સાથે સજજ છે. કારણે કે, ઓલપાડ વિસ્તારમાં એક સાથે સાત ભેંસોના મૃત્યુ નીપજ્તા શોકનો માતમ છવાયો છે.
આગાહીને પગલે SDRF - NDRFની ટીમ તૈનાત કાકરાપાર ડેમ ઓવરફ્લો -સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને નદીનાળા બે કાંઠે વહેવા લાગ્યા છે, ત્યારે માંડવી તાલુકાની વીરા નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. નદીમાં નવા નીર આવતા નીરને જોવા ગામ લોકો નદી પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો થતા ખુશીનો માહોલ (Moonsoon Gujarat 2022) જોવા મળી રહ્યો છે. માંડવી નજીક આવેલા કાકરાપાર ડેમની કુલ સપાટી 160 ફૂટ, હાલ ઓવરફ્લો થતાં 4 ફૂટ (Mandvi Kakrapar Dam) ઉપરથી પાણી જઈ રહ્યું છે
આ પણ વાંચો :Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ
એક સાથે 7 ભેંસોના મૃત્યુ - ઓલપાડ ટાઉન ખાતે સેના ખાડીમાં સાત ભેંસો તણાઈ જતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઓલપાડ ટાઉનના નિહોળા નગરમાં ઈસુ ખીમા ભરવાડ નામના પશુપાલક વરસાદી માહોલમાં તેમની ભેંસો ચરાવવા બાવા ફળિયા વિસ્તારમાં ગયા હતા. આ વિસ્તારમાંથી એક મહાકાય સેના ખાડી પસાર થાય છે. આ ખાડીના કિનારે GEBના વીજપોલ આવેલો છે. આ પશુપાલકની ભેંસો ત્યાં ચરતી હતી, તે સમયે આ વીજપોલ પાસેથી જ્યારે ભેંસો પસાર થઈ રહી હતી. તેથી આ વીજપોલને ભેંસો અડતા અચાનક વીજ કરંટ લાગ્યો હતો. જેથી સાતેય ભેંસોનું ઘટના સ્થળે જ એક સાથે મૃત્યુ નીપજયા હતા. ભેંસોને વીજ કરંટ લાગતા સાતેય ભેંસ સેના ખાડીના વહેતા પાણીમાં ફંગોળાઈ જવાથી તણાઈ ગઈ હતી.
આ પણ વાંચો :વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર
GEB સામે પશુપાલકની પોલીસ ફરિયાદ - ભોગ બનનાર પશુપાલક ઈસુ ભરવાડે ઓલપાડ પોલીસ મથકમાં GEBની બેદરકારી બદલ તેમની અંદાજે પાંચ લાખની કિંમતની સાત ભેંસના મૃત્યુ થવા બાબતની ફરિયાદ આપી GEB પાસે વળતરની માંગ કરી છે. જ્યારે આ બાબતે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ભેંસના મૃત્યુ બાબતે પંચક્યાસની (Death buffaloes in Olpad Town) કામગીરી શરૂ કરી હતી. ભેંસોના વીજ કરંટ અકસ્માતથી મૃત્યુ થવા બાબતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીનો ભોગ મુગા પશુઓ બની રહ્યા છે છતાય કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને સ્થાનિકોમાં રોષ છે.