- સુરતની 2 વૃદ્ધા બહેનોએ કોરોનાને માત આપી
- રમીલાબેને અગાઉ પ્લેગ અને હોનારતમાં સેવા આપી હતી
- કોવિડમાં કામ કરતા કર્મચારી ઓછા જ્યારે, દર્દી વધારે: રમીલાબેન
સુરત:શહેરમાં 2 વૃદ્ધ બહેનોએ કોરોનાને માત આપી છે. આ 2 બહેનો પૈકી એક બહેન સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડ છે. પૂર્વ નર્સ અગાઉ પ્લેગ અને હોનારતના સમયે સેવા આપી ચૂક્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, સિવિલમાં સ્ટાફ ઓછો છે પણ કામગીરી સરસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:જસદણના 98 વર્ષીય દૂધીબેને આપી કોરોનાને માત, છેલ્લા 20 વર્ષથી છે અસ્થમાની બિમારી
કોરોનાનાં લક્ષણો દેખાતા તપાસ કરી
સિવિલ હોસ્પિટલના પૂર્વ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ 68 વર્ષીય રમીલાબેન પટેલ 1લી એપ્રિલના રોજ કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં આવ્યા હતા. તેમની સાથે રહેતા તેમના 75 વર્ષીય મોટા બહેન જશોદાબેન પટેલને પણ શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો દેખાતા હોવાથી બન્નેની તપાસ કરાવામાં આવી હતી. જ્યાં, બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી.