- સુરતમાં 6 વર્ષના બાળકનું ઝાડાઊલટી બાદ મોત
- બાળકની માતા ઝાડાઊલટી બાદ કોરોના પોઝિટિવ
- ગણતરીના કલાકોમાં બાળકનું ઝાડાઊલટી બાદ મોત
સુરતઃ સુરતમાં 6 વર્ષના બાળકનું ઝાડાઊલટી બાદ મોત નીપજ્યું છે. શહેરના ભટાર વિસ્તારમાં રહેતા બાળકને વહેલી સવારે એક બાદ એક થી 7થી 8 વખત ઝાડાઊલટી થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માતાને એક દિવસ પહેલાં જ ઝાડાઊલટી થતાં હોસ્પિટલમાં ખસેડાઈ
સુરત શહેરના ભટાર ખાતે મહાનગરપાલિકાના STP પ્લાન્ટ પર કામ કરતા ઉરસિંગ રાઠોડના 6 વર્ષીય પુત્ર વિનોદ રાઠોડને આજે વહેલી સવારે એક બાદ એક 7થી 8 વખત ઝાડાઊલટી વિનોદને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં હતાં. તબીબોએે વિનોદને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઉરસિંગ રાઠોડ ભટાર ખાતેના STP પ્લાન્ટ પર મજૂરીકામ કરી ત્યાં જ પરિવાર સાથે રહે છે. બાળકની માતાને પણ એક દિવસ પહેલાં જ ઝાડાઊલટી થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. ત્યાં બાળકની માતાનો રીપોર્ટ ચેક કરતાં તેઓ કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. બાળકની માતાની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. બીજી બાજુ 6 વર્ષના બાળકનું ઝાડાઊલટી બાદ મોત થઇ જતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. બાળકને કોઇ બીમારી ન હતી. એક બાદ એક ઝાડાઊલટી થતાં તેેનું મોત નીપજ્યું છે.