ગુજરાત

gujarat

ETV Bharat / city

ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યો 36 દિવસ ભારત ભ્રમણ પર.. - promotion of domestic tourism

કોરોના કાળમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય નથી ત્યારે વોકલ ફોર લોકલના સંદેશ સાથે સુરતના ચાર અને મુંબઈ-અમદાવાદના એક-એક સભ્ય 18 સપ્એટેમ્બરે રોડ ટ્રીપનો આરંભ કરી 36 દિવસમાં 18000 કિલોમીટરનું અંતર કાપી ભારતનો પ્રવાસ કરશે.

Surat
Surat

By

Published : Sep 18, 2020, 10:26 AM IST

સુરત: કોરોના કાળમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય નથી ત્યારે વોકલ ફોર લોકલના સંદેશ સાથે સુરતના ચાર અને મુંબઈ-અમદાવાદના એક-એક સભ્ય 18 સપ્એટેમ્બરે રોડ ટ્રીપનો આરંભ કરી 36 દિવસમાં 18000 કિલોમીટરનું અંતર કાપી ભારતનો પ્રવાસ કરશે.

ગુજરાત અને ખાસ કરીને સુરતીઓ હરવા ફરવાના ખુબજ શોખીન છે, પરંતુ કોરોનાએ સુરતીઓની ભ્રમણ વૃત્તિ પર બ્રેક લગાવી દીધી છે. સુરત અને ગુજરાતની પ્રજા વિદેશી પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડવામાં પણ અવ્વલ છે. પરંતુ કોરોનાના કારણે હાલ વિદેશ પ્રવાસ અશક્ય છે. ત્યારે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા માટે તેઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત, મુંબઈ અને અમદાવાદના 6 સભ્યો મળીને આજથી ભારત ભ્રમણ પર નીકળી રહ્યા છે. 18000 કિમીની આ રોડ ટ્રીપ તેઓ 36 દિવસમાં પૂર્ણ કરશે.

ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યો 36 દિવસમાં ભારત ભ્રમણ પર..
સુરતની નેટવર્ક ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીના સંચાલક રાજીવ શાહે જણાવ્યું હતું કે, કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી, ત્યારે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્ર પર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુજ ધબકતું થયું છે. ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે સુરત અને ગુજરાતની લોકોને વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા 36 દિવસની અને 18000 કિમીની રોડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ ટ્રીપમાં રાજીવ શાહ સાથે સુરતથી 45 વર્ષીય રિતેશ પારેખ, 45 વર્ષોય સંજય પટેલ અને 37 વર્ષીય નીતિન ગુપ્તા તેમજ મુંબઈ થી 38 વર્ષીય પવન દુબે અને અમદાવાદથી 48 વર્ષીય થોમસ કોશી જોડાયા છે.વધુમાં માહિતી આપતા રાજીવ શાહે જણાવ્યું હતું કે, 18મી સપ્ટેમ્બરના રોજથી રોડ ટ્રીપની શરૂઆત થશે અને 18000 કીમીનું અંતર કાપી 36 દિવસ બાદ સુરત ખાતે પૂર્ણ થશે. આ દરમિયાન ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. ત્યાંના ટૂર ઓપરેટર, એજન્ટની મુલાકાત લેશે, કોવિડ વચ્ચે પણ હોટેલ્સ અને પ્રવાસન સ્થળો આગંતુકોને આવકાર તૈયાર છે એની ખાત્રી સાથે સાથે પરત ફરશે, જેથી લોકો ડોમેસ્ટિક ટુરિઝમને પ્રાધાન્ય આપતા થાય.

ABOUT THE AUTHOR

...view details