ગુજરાત

gujarat

ETV Bharat / city

દાણચોરીનો નવો નુસ્ખો, સુરત એરપોર્ટ પર 500 ગ્રામ સોનું ઝડપાયું - 500 gram Gold caught at surat international airport

એરપોર્ટ પર દાણચોરીનો સીલસિલો યથાવત છે. કસ્ટમ વિભાગે ફરી એક વાર સોનાની દાણ ચોરી કરતા એક ઇસમની ધરપકડ કરી છે. શારજાહ ફલાઈટમાં આવેલા ગણેશ વાલોદ્રા પાસેથી 20 લાખનો મુદામાલ મળી આવ્યો છે. સુટકેસ કવરમાં છુપાયેલા વરખ સ્વરૂપમાં 500 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું.

Surat
Surat

By

Published : Mar 18, 2020, 11:01 AM IST

સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ એક દાણચોરીનો બનાવ સામે આવ્યો છે. શારજહાં ફ્લાઇટથી આવેલા એક ઈસમ પાસેથી કસ્ટમના અધિકારીઓએ સોનાની દાણચોરી ઝડપી પાડી છે. ફ્લાઈટમાં આવેલા ગણેશ વાલોદ્રા પાસેથી 20 લાખનો મુદ્દામાલ મળી આવતા તેની તપાસ હાથ ધરાઈ છે.

આરોપી ગણેશે સુટકેસના કવરમાં છુપાયેલા વરખ સ્વરૂપમાં સોનું મળી આવતા દાણચોરોની વધુ એક નવી તરકીબ બહાર આવી રહી છે. તપાસ દરમિયાન ગણેશ પાસેથી 500 ગ્રામ જેટલું સોનુ મળી આવ્યું છે. કસ્ટમ અધિકારીઓએ 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગણેશ અગાઉ પણ આવી રીતે દાણચોરીને વ્યવસાય બનાવી ચુક્યા તેની તપાસ પણ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details