ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી - 5 વર્ષની બાળકી હવસનો શિકાર થતી બચી

સુરત શહેરમાં એક બાજું પોલીસ કર્મચારીઓ ACB ના સકંનજામાં આવી રહ્યા છે તો બીજી બાજું કેટલાક પોલીસ કર્મચારીઓ સમાજ માટે ઉત્કર્ષ કામગીરી કરી પોલીસનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે સુરતની એક મહિલા પોલીસ કર્મચારીના સતર્કતાને કારણે 5 વર્ષની બાળકી બચી હતી. 5 year old girl survived being hunted Havas, Surat Women Police

સુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી
સુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી

By

Published : Aug 21, 2022, 3:42 PM IST

સુરતશહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુહાની વસાવાની સતર્કતાથી પાંચ વર્ષની બાળકીને હવસનો શિકાર (5 year old girl survived being hunted Havas) થતી બચાવી હતી. મહિલા પોલીસ કર્મચારીએ યુવકની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા મહિલા પોલીસ કર્મચારીએ કંટ્રોલમાં જાણ કરી હતી.

આ પણ વાંચોહમીરપુરમાં નિર્ભયા જેવો મામલો, છ બદમાશોએ ક્રૂરતાની તમામ હદો વટાવી

યુવક નાની બાળકી સાથે કરતો હતો અડપલાંસુરત શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુહાની વસાવા શહેરના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનથી એક મહિલા કેદીને કોર્ટમાં જામીન અપાવીને કોર્ટથી પોતાના ઘરે સચિન જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની નજર પાંડેસરથી વડોદ ગામ તરફ જતી વખતે તેમની નજર પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ નજીક આવેલ ઝાડીઓમાં જતા જ એક યુવક એક નાની બાળકીને લઈને બાઈક ઉપર બેસી તેની સાથે અડપલાં કરતો હતો. ત્યારે મહિલા પોલીસ કર્મચારી ત્યાં જતા યુવકની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા મહિલા પોલીસ કર્મચારીએ કંટ્રોલમાં જાણ કરી હતી. તાત્કાલિક આ યુવકની ધરપકડ કરી નાની બાળકીને તેના ઘરે લઈ જવામાં આવી હતી.

મહિલા પોલીસ કર્મચારીની સતર્કતાથી 5 વર્ષની બાળકી બચી ગઈપોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુહાની વસાવાએ જણાવ્યું હતું કે, હું સુરત પોલીસમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવું છું. હું ગઈકાલે મારી કેદી પાર્ટી હોવાથી મેં સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા આરોપીને સુરત કોર્ટમાં જામીન માટે લઈ ગઈ હતી અને ત્યાંથી હું ફરી મારાં ઘરે સચિન પારડી આવી રહી હતી, ત્યારે પાંડેસરાથી વડોદ ગામ જતી વખતે ત્યાં પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ નજીક આવેલ ઝાડીઓમાં જતા જ એક યુવક એક નાની બાળકીને લઈને બાઈક ઉપર બેસી તેની સાથે અડપલાં કરતો હતો. હું ત્યાં ગઈ અને મારી મોપેડ ગાડી ઉભી રાખીને યુવકને પૂછ્યું આ બાળકી કોણ છે? ત્યારે યુવકે કહ્યું કે, મારી દીકરી છે. મેં દીકરીને પૂછ્યું આ તારા પપ્પા છે. ત્યારે બાળકીએ કહ્યું હા પણ બાળકી થોડી ગભરાઈ હતી.

બાળકીએ કહ્યું ' યે મેરે અંકલ હૈ મેરે સાથે ગલત કર રહે થે'મહિલા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બાળકીને જોતા જ એ ગબરાઈ હતી અને મેં તેને ગાડી પરથી નીચે ઉતારી ફરી એક વખત પૂછ્યું તો, બાળકી એ કહ્યું કે 'યે મેરે અંકલ હૈ મેરે સાથે ગલત કર રહે થે' ત્યારે યુવક તરત મારી સામે નીચે બેસીને બંને હાથ જોડીને કહ્યું કે, 'મુજસે ગલતી હો ગઈ હે મુજે માફ કરદો' ત્યારે મેં તાત્કાલિક પાંડેસરા કંટ્રોલ રૂમને જાણ કરતા પાંડેસરા પીસીઆર આવી હતી અને આ યુવકની અટકાયત કરાવી તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને મોકલ્યો હતો. આ બાળકી સાથે તેના ઘરે ગઈ હતી અને તેના મમ્મી જોડે પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોપરિણીત મહિલાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરવા બદલ બે આરોપીઓની થઈ ધરપકડ

પોસ્કોનો ગુન્હો નોંધી યુવકની ધરપકડ કરીપૂછપરછમાં જાણવા મળ્યું કે, આ યુવક જે બાળકીને સાથે લઈ ગયો હતો તે તેમના જ ઘર નજીક રહે છે. યુવક પોતે પણ બે સંતાનનો પિતા છે. જેનું નામ પ્રમોદસિંગ છે. માતાને સમગ્ર હકીકત બહાર આવતા જ માતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી હતી અને ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા પોસ્કોનો ગુન્હો નોંધી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details